મોરબીમાં ભરવાડ સમાજના સમૂહ લગ્ન યોજાશે

- text


શ્રી કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહ લગ્ન સમિતિ દ્વારા કરાઇ રહી છે તૈયારીઓ :૨૭ દિકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે

હળવદ : શ્રી કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહ લગ્ન સમિતિ મોરબી દ્વારા ભરવાડ સમાજના તૃતીય સમૂહ લગ્નોત્સવ નું ઝાઝરમાન આયોજન

તારીખ૧૯/૨/૨૦૧૯ ના રોજ કરવામાં આવ્યું છે જેમાં ભરવાડની ૨૭ દિકરીઓ પ્રભુતામા પગલાં માંડશે આ સમૂહલગ્નમાં ભરવાડ સમાજના ધર્મ ગુરુ સહિત અનેક સંતો-મહંતો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે

મોરબી ખાતે આવેલ પરશુરામપોટરી સામાકાંઠે મોરબી સમસ્ત ભરવાડ સમાજ શ્રી કોઠાવાળા મચ્છુ યુવાસંગઠન સમૂહલગ્ન સમિતિ મોરબી દ્વારા તૃતીય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્નોત્સવમાં ભરવાડ સમાજની ૨૭ દિકરીઓ પ્રભુતામાં પગલા માંડશે જેમાં ભરવાડ સમાજના ધર્મગુરુ શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પૂજ્ય ઘનશ્યામ પુરીજી મહારાજ દ્વારકા થી મુન્ના બાપુ મોરબી ખાતે આવેલ મચ્છુ માતાજીની જગ્યાના ગાંડૂભગત સહિતના સંતો-મહંતો તેમજ ભરવાડ સમાજના અગ્રણી અને વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ,સાંસદ મોહનભાઈ કુંડારિયા,ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા ,ધારાસભ્ય લલિતભાઈ કગથરા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા,માત્રાભાઈમુંધવા,ડૉ.વિનુભાઈ ટોળીયા, નાથાભાઈ ડાભી,ખોડાભાઈ ટોટા,રૈયાભાઈ ગોલતર ,દેવેનભાઇ રબારી ,નવઘણભાઈ ઝાપડા,ભગવાનજી ભાઇ પરાડીયા,ગીરીશભાઈ સરૈયા,મેરૂભાઈ બટાડા , નવઘણભાઈ મુંધવા સહિત ના ઓ હાજર રહી નવ દંપતીઓને આશીર્વચન આપશે

- text

મોરબી ખાતે યોજાનાર સમૂહલગ્નોત્સવમાં તારીખ ૧૮/૨/૨૦૧૯ ના રોજ સવારે ૮:૩૦ કલાકે મંડપ મુહૂર્ત કરાશે તેમજ રાત્રિના ૯ કલાકે ભવ્ય રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં કૌશિક ભરવાડ અને હંસાબેન ભરવાડ રાસ ગરબાની રમઝટ બોલાવશે જ્યારે તારીખ ૧૯/૨/૨૦૧૯ ના રોજ સવારે ૭:કલાકે હસ્તમેળાપ અને બપોરે ૧૦:૩૦ કલાકે ભોજન સમારંભનું આયોજન કરાયું છે

સાથે જ સમૂહ લગ્નોત્સવ માં ફાળો આપનાર દાતાશ્રીઓનુ સમૂહ લગ્ન સમિતિ દ્વારા સન્માન કરવામાં આવશે ત્યારે ૧૯/૨ ના રોજ યોજાનાર સમૂહ લગ્ન ને સફળ બનાવવા શ્રી કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહ લગ્ન સમિતિ મોરબી દ્વારા હાલ તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ છે

- text