મોરબી : સમૂહલગ્નમાં સાદાઈથી ભોજન લઈ બચેલા ખર્ચને શહીદોને અપાશે

- text


મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા સમૂહલગ્નમાં સરાહનીય પગલું : 21મીએ મોરબી ઉપરાંત થાન અને વાંકાનેરમાં પણ સમૂહલગ્નનું આયોજન

મોરબી : મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજના સમૂહ લગ્નમાં સરાહનીય પ્રયાસ હાથ ધરાયો છે.જેમાં સમૂહલગ્નમાં સાદાઈથી ભોજનનું આયોજન કરીને વધેલો ખર્ચ શહીદોના પરિવારોને અર્પણ કરાશે .21મીના રોજ પ્રકારે મોરબી ઉપરાંત થાન અને વાંકાનેરમાં પણ સમૂહલગ્ન યોજાશે.

- text

આગામી તા.21 ફેબ્રુઆરીએ મોરબીમાં નેશનલ હાઇવે નજીક રિવેરા સીરામીકના મેદાન ખાતે તથા થાનમાં રવજીભાઇ ભગત માર્ગ પર આવેલ વરિયા પ્રજાપતિ સમાજની વાડી ખાતે તેમજ વાંકાનેરમાં સ્ટેશન રોડ પર આવેલ વરિયા પ્રજાપતિ સમાજની વાડી ખાતે વરિયા પ્રજાપતિ સમાજના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીમાં 23 અને વાંકાનેરમાં 6 તથા થાનમાં 12 વરિયા પ્રજાપતિ સમાજના યુગલો પ્રભુતામાં પગલાં માંડશે, જોકે મોરબીમાં વરિયા પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિએ આ સમૂહ લગ્નમાં પ્રેરણાદાયી પહેલ કરી છે.જેમાં સમાજના લોકો એકદમ સદાયથી ભોજન લઈને તેમાંથી વધેલા ખર્ચને શહીદોના પરિવારોને અર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત સમૂહલગ્નમાં શહીદોને શ્રધાંજલિ આપીને શહીદોના પરિવારો માટે ફંડ એકત્ર કરાશે.

- text