આંતકી હુમલા સામે ઉગ્ર આક્રોશ સાથે મોરબી પંથકમાં ઠેર ઠેર શહીદોને અશ્રુભરી અંજલિ

- text


સર્વત્ર એક જ માંગ પાકિસ્તાનને કડક પાઠ ભણાવો

મોરબી : જમ્મુ કાશ્મીરમાં થયેલા આંતકી હુમલા સામે ઉગ્ર આક્રોશ સાથે સમગ્ર મોરબી પંથકમાં ઠેર ઠેર શહીદોને અવિરતપણે અશ્રુભરી અંજલિ આપવામાં આવી રહી છે.ગામે ગામ કેન્ડલ માર્ચ ,શ્રદ્ધાંજલી સભા સહિતના કાર્યક્રમો યોજી મોટી સંખ્યામાં લોકો શહીદોની શહીદતને કોટિકોટી વંદન કરી રહ્યા છે.ત્યાર સર્વત્ર એક જ માંગ ઉઠી છે હવે પાકિસ્તાનને કડક પાઠ ભણાવવાનો સમય પાકી ગયો છે.

મોરબી : જૂની કોયલીમાં યોજાનાર સંતવાણીમાં થયેલો ૫૧૦૦૦નો ફાળો કાશ્મીરના શહીદોને અર્પણ કરાશે

મોરબી : ગોપાલ આશ્રમ ગૌશાળા જૂની કોયલીના લાભાર્થે સ્વ અજીતદાન વિસાભાઈ ગઢવીના (મહેડુ) સ્મરણાર્થે યોજાઇ ગયેલ સંતવાણીમાં રૂપિયા ૫૧૦૦૦/નો ફંડ ફાળો પુલવામામાં શહીદી વ્હોરનારાના પરિજનોને અર્પણ કરવામાં આવશે. તા. ૧૬ ફેબ્રુઆરીને શનિવારે રાત્રે ૯ કલાકે જૂની કોયલી, તા.જી. મોરબી ખાતે આયોજિત સંતવાણીમાં ખ્યાતનામ કલાકારો ધીરુભાઈ સરવૈયા, હરેશદાન સુરું, જીતુદાન દાદ, હકાભા ગઢવી, જયમંતભાઈ દવે, ભરતદાન ગઢવી, શિવદાનભાઈ ગઢવી, બ્રિજરાજદાન ગઢવી તેમજ ઉદુબાપુ ભગત સહિતના સંતોની વાણીથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ કાર્યક્રમમાં થયેલી આવક, દાદ ચઢાવો ભારતીય સેનાના વીર શહીદ સપૂતોના પરિવારોને શ્રદ્ધાંજલિ સ્વરૂપે મોકલવામાં આવનાર છે.
ઉલ્લેખનીય છે કે સ્વ. અજીતદાન વિરમદાન ગઢવી ( મહેડુ ) સન. ૧૯૬૭/૬૮માં જામનગરથી આર્મીમાં ભરતી થયા હતા. ત્યાર બાદ તેમણે દિલ્હીમાં સેના પ્રશિક્ષણ લઈ દિલ્હી કેન્ટમાં જ રાજરીકુ બટાલીયન ખાતે સેવા આપી હતી.

 

મોરબીના ગાળા ગામે શહીદોને શ્રદ્ધાંજલી અપાઇ

મોરબી : જમ્મુ કાશ્મીરમાં આંતકી હુમલામાં વીરગતિ પામેલા ભારતમાતાના વીર સપૂતોને સમગ્ર મોરબીવાસીઓ કોટીકોટી નમન સાથે શ્રદ્ધાંજલી અર્પણ કરી રહ્યા છે.ત્યારે મોરબીના ગાળા ગામે શહીદોને શ્રદ્ધાંજલી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગામના મુખ્ય ચોકમાં ભારતમાતાના વીર સપૂતોની તસવીરો રાખી મીણબતી પ્રગટાવી પુષ્પાજલી અર્પણ કરી હતી.મોટી સંખ્યામાં ગ્રામજનોએ બે મિનિટ મૌન પાળી શહીદોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી

મોરબી જિલ્લા દલિત સમાજે શહીદોને શ્રદ્ધાંજલી આપી

મોરબી જિલ્લા દલિત સમાજ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકોએ કેન્ડલ માર્ચ યોજીને ભરતમાતાના વીર સપૂતોને શ્રદ્ધાંજલી આપી હતી.તેમજ ભારત સરકાર આંતકી હુમલાનો જડબાતોડ જવાબ આપે તેવી માંગ કરી હતી.

શનાળા ગામે શહીદોને શ્રદ્ધાંજલી આપી રૂ.1.91 લાખનો ફાળો એકત્ર

 

મોરબીના શક્ત શનાળા ગામે શહીદોને શ્રધાંજલિ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ શહીદોને ભારે હૈયે શ્રદ્ધાંજલી આપી હતી.બાદમાં શહીદોના પરિવારોને મદદરૂપ થવા માટે આનુદાનની પહેલ કરતા ગ્રામજનો તરફથી ભારે પ્રતિસાદ મળ્યો હતો અને ગ્રામજનોએ શહીદોના પરિવારોને મદદરૂપ થવા અનુદાનની સરવાણી વહાવતા શહીદોના પરિવાર માટે આ એકલા શનાળા ગામમાં રૂ.1.91 લાખનો ફાળો એકત્ર થયો હતો.

ચુવાળીયા કોળી ઠાકોર સમાજએ શહીદોને શ્રદ્ધાંજલી આપી

મોરબીના ચુવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોરબીના સામાકાંઠે આવેલા સો ઓરડી ખાતે સમાજની વાડીમાં યોજાયેલા આ શ્રદ્ધાંજલીના કાર્યક્રમમાં સો ઓરડી વિસ્તારના આગેવાનો તથા મોટી સંખ્યામાં લોકો હાજર રહીને શહીદ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલી આપી ભારત સરકાર આંતકી હુમલા સામે જડબાતોડ જવાબી કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી

સીરામીકના સ્ટાફે પણ ઉદાર હાથે ફાળો આપ્યો

આંતકી હુમલાના પગલે ભારતભરમા એક દેશદાઝ દરેક વ્યકિતઓમાં જોવા મળી રહી છે. શહિદોના પરીવાર માટે મોટા મોટા ઉધોગ સંગઠન થી લઇને નાના નાના કારીગરો પણ ઉદાર હાથે ફાળો આપી રહ્યા છે . મોરબી સિરામીક એશોસીએસન દ્વારા કરાયેલી પહેલને પગલે સીલ્વેનીયા સિરામીકના સ્ટાફ દ્વારા 35 હજારથી વધુનો ફાળો તેમજ સ્પાયવેર સેનીટેરીવેર્સ ના સ્ટાફ દ્વારા પણ ૩૧૦૦૦ હજાર જેટલી રકમનો સ્વૈચ્છિક ફાળો એકત્ર કર્યો છે. જ્યારે લાટો ટાઇલ્સ એલએલપી કંપનીના સ્ટાફમિત્રોએ પણ 43 હજારનો ફાળો એકત્ર કરી શહીદોના ફંડમાં આપ્યો હતો. જ્યારે સ્પેનટીકા સીરામીકના મજૂરો પણ 11 હજારની એકમ શહીદોના પરિવારજનો માટે આપી હતી. ખરેખર મોરબીની પ્રજામા એક વતન માટેની દેશદાઝની લાગણીના દર્શન થાય છે.

મોરબીમાં વિશ્વકર્મા જયતીની ઉજવણીમાં શહીદો માટે રૂ.51 હજારનો ફાળો

વિશ્વકર્મા જંયતિ દેશ દાઝ સાથે ઉજવણી કરી સમાજે 51 હજાર એકઠા થયેલી રકમ શહીદો ના પરીવાર માટે આપી. પાકિસ્તાન મુરદાબાદ અને આંતકવાદી વિરૂધ્ધ નારા લગાવ્યા હતા.

વિશ્ર્વ કર્મા જંયતિ નિમીતે ગુર્જર સુથાર અને લુહાર સમાજ દ્વારા શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે પુજન અર્ચન કરી શોભાયાત્રા નીકળી હતી જેમા જમ્બુના હુમલાને વખોડી કાઢી શહીદ જવાન અમર રહોના નારા લગાવ્યા હતા અને સમાજ ની કારોબારી મા સર્વાનુમતે સમસજના નામાથી જે રકમ મળે તેને શહીદો ના પરીવાર માટે અર્પણ કરવાની જાહેરાત કરી હતી અને સમાજે બોલ ઝીલી 51 હજાર જેટલી માતબર રકમ એકઠી કરી દીધી હતી.

- text

ઢુંવા ગામે શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ

ઢૂવા ગામે ગઈકાલે સાંજે 6 વાગ્યે ગામના તમામ ગામલકોએ મળીને આંતકવાદી હુમલામા શહિદ થયેલા જવાનોના આત્મા ને શાંતિ મળે તે માટે 2 મિનિટ મૌન રાખી ને જય હિંદ જય ભારત ના નારા લગાવીને દેશ પ્રેમ વ્યકત કર્યોં હતો.

રે કેર એન્ડ સીમબેલ સીરામીક દ્વારા રૂ.2.51 લાખનો ફાળો

મોરબીમાં સીરામીક ઉધોગપતિઓ અને સ્ટાફ તથા મજૂરો શહીદોના પરિવારને મદદરૂપ થવા ફૂલ નહિ તો ફૂલ ની પાંખડીની જેમ પોતાની યથાશક્તિ પ્રમાણે ફાળો આપી રહ્યા છે.ત્યારે રે કેર અને સીમબેલ સીરામીકમાં તમામ ભાગીદાર અને સ્ટાફ તેમજ કોન્ટ્રાક્ટ પોતાનો એક દિવસનો પગારમાંથી બચત કરીને રૂ.2.51 લાખનો ફાળો આપીને દેશભાવના વ્યક્ત કરી હતી.

સેન્ટરીવેર સીટ કવર મેન્યુફેક્ચર એસો. દ્વારા 4.26 લાખનો ફાળો અપાયો

મોરબીમાં શહીદોના પરિવારજનોને ચો તરફથી આર્થિક મદદની જાહેરાત થઈ રહી છે. ત્યારે મોરબી સેન્ટરીવેર સીટ કવર મેન્યુફેક્ચર એસો. દ્વારા 4.26 લાખનો ફાળો શહીદોના પરિવારજનો માટે આપવાની જાહેરાત કરી છે.

આમરણના ડાયમંડનગરમાં કેન્ડલ માર્ચ :

મોરબીના આમરણ ગામે આવેલા ડાયમંડનગરમાં ગતરાત્રે શહીદોને શ્રદ્ધાજલી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ગામના તમામ વિદ્યાર્થીઓ અને યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકોએ કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી કાઢી હતી.અને ભારે હૈયે વીર સપૂતોને શ્રદ્ધાંજલી આપી ભારત સરકાર આંતકી હુમલાનો જડબાતોડ જવાબ આપે તેવી માંગ કરી હતી.

જેતપર ગામે કેન્ડલ માર્ચથી સપૂતોને શ્રદ્ધાંજલી અપાઈ :

મોરબી તાલુકાના જેતપર ગામે ભારતમાતાના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.જમા અબાલ વૃદ્ધ સહિત ગામના તમામ લોકોએ તિરંગા સાથે મોબાઈલ ટોચથી મૌન રેલી કાઢી હતી અને શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલી આપીને આંતકી હુમલા સામે જવાબી કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

પટેલનગર અને આલાપપાર્ક સોસાયટીમાં શહીદોને શ્રદ્ધાંજલી આપાઈ :

મોરબીના રવાપર રોડ ઉપર આવેલી પટેલનગર અને આલાપ પાર્ક સોસાયટી દ્વારા સયુંકતપણે શહીદોને શ્રધાંજલિ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બન્ને સોસાયટીના લોકોએ કેન્ડલ માર્ચ કરીને શહીદોને શ્રધાંજલિ આપી હતી.તેમજ પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે આતંકવાદીના પૂતળાનું દહન કરીને ભારત સરકાર આતંકવાદીઓને પોષતા પાક.સામે નક્કર કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી.

ખાનપર ગામે શહીદોને શ્રદ્ધાંજલી અપાઈ

મોરબીના ખાનપર ગામે શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.જેમાં ગ્રામજનોએ મોબાઈલ ટોર્ચથી કેન્ડલ માર્ચ યોજીને ભરતમાતાના વીર સપૂતોને ભાવજલી અર્પણ કરી હતી.સાથોસાથ ભારત સરકાર આતંકવાદી પ્રવૃત્તિને કડક હાથે ડામી દે તેવી માંગ કરી હતી.

ઘુટુ ગામે શહીદોને વીરાંજલિ અર્પણ કરાઈ

મોરબીના ઘુટુ ગામે ગતરાત્રીના સમયે આંતકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.મોટી સંખ્યામાં ગ્રામજનો સફેદ વસ્ત્રોમાં ગામના ચોકમાં એકઠા થઇ કેન્ડલ માર્ચ યોજીને શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી અને ભારત સરકાર સમક્ષ આંતકી હુમલા સામે જડબાતોડ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

નાની વાવડી ગામે શહીદોને શ્રદ્ધાંજલી અપાઈ

મોરબી : નાની વાવડી ગામ સમસ્ત દ્વારા શહીદોને શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં દરેક ગ્રામજનો બહોળી સંખ્યામાં જોડાઈને શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી.સાથેસાથે બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. શહીદના પરિવાર માટે ફંડ પણ એકત્રિત કાર્યુંહતું તે હજુપણ ચાલુ છે.

મોરબીમાં માજી સૈનિકોએ યજ્ઞ કરી શહીદોને શ્રદ્ધાંજલી આપી

મોરબી : જમ્મુ કાશ્મીરમાં આંતકી હુમલાને પગલે એક સમયે સરહદ પર ફરજ બજાવીને દુશમનોના દાંત ખાટા કરનાર માજી સૈનિકોનું લોહી ઊકળી ઉઠ્યું છે.અને ફરી દુશમનોના દાંત ખાટા કરવા સરહદ પર જવાની તૈયારી સાથે માજી સૈનિકોએ ભારે હૈયે શ્રદ્ધાંજલી આપી હતી.જેમાં મોરબીના સામાકાંઠે આવેલા લાલબાગ પાસે મોરબી જિલ્લા શ્રદ્ધા માંજી સૈનિક મંડળ અને મયુર નેચર કબલ તથા વૈદિક યજ્ઞ સમિતિ દ્વારા શહીદોના આત્માની શાંતિ માટે હોમ હવન યજ્ઞ કવામાં આવ્યો હતો.માજી સૈનિકો સહિત મોટી સંખ્યામાં લોકોએ શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી.

મોરબી : મહેન્દ્રનગર ગામે આતંકવાદ ના પૂતળાં નું દહન કરી શહીદો ને શ્રદ્ધાંજલિ અર્પી

મોરબી :પુલવામા થયેલા આતંકવાદી હુમલામાં શહિદ થયેલા જવાનોના આત્માની શાંતિ અને શ્રદ્ધાંજલિ અર્થે મહેન્દ્રનગર ખાતે રામજી મંદિરમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહી શહીદોને નમન કરી, આતંકવાદ ના પૂતળા નું દહન કરી રોષ વ્યક્ત કર્યો હતો તથા શહીદો ના પરિવાર માટે 51,000 નો ફાળો એકત્ર કર્યો હતો

મોરબી : બગથળા ગામે શહીદોને શ્રધ્ધાસુમન આપ્યા

મોરબી: કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હુમલામાં શહીદી વ્હોરનારા જવાનોને પુરા ભારતભરમાંથી શ્રદ્ધાંજલિ પાઠવાઇ રહી છે ત્યારે બગથળા ગામમાં શહીદોને મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી..જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો જોડાયા હતા

મોરબી : મોરબીના અમરેલી ગામે શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ

મોરબી : મોરબીના ૮૦૦ નાગરિકોની વસ્તી ધરાવતા નાના એવા અમરેલીમાં (મોરબી) પુલવામામાં વિરગતિ પામનાર શહીદોને સમસ્ત ગ્રામજનો દ્વારા બે મિનિટનું મૌન પાળ્યા બાદ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. શહીદવિરોનાં દીવ્યાત્માની શાંતિ અર્થે કેન્ડલ માર્ચ સાથે શાંતિ પ્રાર્થના કરવામાં આવી હતી.

- text