મોરબીના આરોગ્ય કર્મચારીઓએ મૌનરેલી કાઢી શહીદોને શ્રદ્ધાંજલી આપી

- text


મોરબી : મોરબી જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ તેમના પડતર પ્રશ્ને સરકાર સામે લડત ચલાવવા નવતર કાર્યક્રમો આપી રહ્યા છે.ત્યારે આજે મોરબી જિલ્લાના આરોગ્ય કર્મચારીઓએ નવતર કાર્યક્રમોના ભાગ રૂપે મૌન રેલી કાઢી જમ્મુ કાશ્મીરમાં આંતકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

- text

મોરબી જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ તેમના પડતર પ્રશ્ને સરકાર સામે મોરચો માંડીને સમયાંતરે તબક્કાવાર લડત ચલાવી રહ્યા છે.જેમાં થોડા સમય અગાઉ સરકારને ઢંઢોળવા લોક ઉપયોગી કાર્યો કરી પડતર માગણીઓને બુલંદ બનાવી રહ્યા છે અને રક્તદાન સહિતના નવતર કાર્યક્રમો યોજીને સરકાર સામે લડત ચલાવવામાં આવી રહી છે.ત્યારે આજે મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંધ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલી આપવા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.જોકે અગાઉ ઉગ્ર દેખાવો સાથે રેલી યોજવાનું નક્કી કરાયું હતું.પરંતુ જમ્મુ કાશ્મીરમાં આંતકી હુમલામાં સી.આર. પી.એફના જવાનો શહીદ થતા આ દુઃખદ ઘટનાને ધ્યાને લઈને આજે સવારે મોરબીના નવા બસ સ્ટેન્ડથી જિલ્લા પંચાયત સુધી આરોગ્ય કર્મચારીઓએ મૌન રેલી કાઢી શહીદોને ભાવાંજલી આપી હતી.

- text