માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત માળિયા નજીક વાહનચાલકો માટે મેડિકલ કેમ્પ યોજાયો

- text


૧૭૫ વાહનચાલકોની આરોગ્ય તપાસણી કરાઈ : ૪૫ જેટલા વાહનચાલકોની આંખમાં નંબર જણાતા તેઓને નિશુલ્ક ચશ્મા અપાયા

મોરબી : માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત ટ્રાફિક વિભાગ દ્વારા માળિયા પાસે આવેલા અણીયારી ટોલ પ્લાઝા ખાતે આજે મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમા ૧૭૫ જેટલા વાહનચાલકોએ ભાગ લીધો હતો. જે પૈકી ૪૫ વાહનચાલકોને આંખમાં નંબર હોવાનું જણાતા તેઓને વિનામૂલ્યે ચશ્મા પણ આપવામાં આવ્યા હતા.

૩૦ માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ-૨૦૧૯
અનુલક્ષીને મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા માળિયા-અમદાવાદ હાઇવે પર આવેલ અણિયારી ટોલ પ્લાઝા પાસે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં હાઇવે પર આવતા જતા વાહન ચાલકોના નિશુલ્ક મેડિકલ ચેકઅપ કરી તેમનું બ્લડ પ્રેસર, સુગર તેમજ આંખના નંબર ચકાસી દવા તેમજ નંબરના ચશ્માં તેમજ માર્ગદર્શન પત્રિકાઓનું વિતરણ કરી ચા-નાસ્તો કરાવી માર્ગ સલામતિ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત હાઈવે રોડ પર ટ્રક ડ્રાઇવરો તેમજ અન્ય વાહન ચાલકોનુ જરૂરી માર્ગદર્શન સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.

હેલ્થ ચેક અપ કેમ્પમાં આશરે ૧૭પ ટ્રક ડ્રાઇવરો તેમજ અન્ય વાહન ચાલકોને તપાસી ૪૫ જેટલા વાહનચાલકોના આંખમાં નંબર જણાતા નિશુલ્ક ચશ્મા આપીને તેમના વાહનોમા રિફ્લેક્ટર લગાવી તેમની સલામતીની શુભકામનાઓ પાઠવેલ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા પોલિસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલા તેમજ તેમની પોલીસ ટીમ , મોરબી આર.ટી.ઓ , મોરબી સરકારી હોસ્પિટલના આંખ રોગના નિષ્ણાતો ૧૦૮ ની ટીમ તથા એલ એન્ડ ટીની ટીમ સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

 

- text