મોરબીમાં તસ્કરોનો તરખાટ : બે દુકાનોનો તાળા તૂટ્યા

- text


વારંવાર બનતા નાનીમોટી ચોરીના બનાવોથી પોલીસના નાઈટ પેટ્રોલીગ પર ઉઠતો સવાલ

મોરબી : મોરબીના જેતપર રોડ ઉપર આવેલી બે દુકાનોના ગતરાત્રે તાળા તૂટ્યા હતા અને પરચુરણ રકમની ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે.જોકે હમણાંથી વધી રહેલા ચોરીના બનાવોથી પોલીસના નાઈટ પેટ્રોલીગ સામે અણિયારો સવાલ ઉઠ્યો છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જેતપર રોડ પર પવાડિયારી કેનાલ પાસે આવેલ શ્રીરામ કોમ્પલેક્ષમાં ગત રાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને આ કોમ્પલેક્ષની મોબાઈલ અને એક ગેસની દુકાનના તાળા તોડ્યા હતા, મોબાઇલની દુકાનમાંથી બે ત્રણ મોબાઈલ તથા બે હજારની પરચુરણની ચોરી કરી ગયા હતા, જ્યારે ગેસની દુકાનમાંથી કઈ હાથ લાગ્યું ન હતું.આ વિસ્તારમાં ચોરીના બનાવો વધવાથી સ્થાનિક લોકોમાં ફફળાટ વ્યાપી ગયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીમાં ઠડી પડવાની સાથે જ જાણે કે પોલીસ ગરમ ધાબળામાં નસકોરા બોલાવતી હોય તેમ રેઢારાજ ભાળી ગયેલા તસ્કરો વારંવાર કોઈને કોઈ જગ્યાએ નાની મોટી ચોરી કરીને પોલીસના અસ્તિત્વ સામે પડકાર ફેંકી રહ્યા છે ત્યારે પોલીસ પણ તસ્કરોના તરખાટને કડક હાથે ડામી તેવી લોકમાગ પ્રબળ બની છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text