મોરબીના કાલિકા પ્લોટમાં જુથ અથડામણને પગલે પોલીસનું કોમ્બિગ

- text


પોલીસ મારામારીના આરોપીને પકડવા ગઈ ને ઈંગ્લીશ દારૂની બોટલ સાથે મહિલા ઝડપાઇ

મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં બે જૂથ વચ્ચે અથડામણને પગલે પોલીસે તે વિસ્તારમાં કોમ્બિગ હાથ ધર્યું હતું.જોકે પોલીસ મારામારીના આરોપીને પકડવા ગઈ હતી. પરંતુ આ વિસ્તારમાં સર્ચ કરતા એક મહિલા છ ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ઝડપાઇ ગઈ હતી.

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં ગત તા.7ના રોજ બાઇક ફૂલ સ્પીડે ચલાવવા બાબતે મામલો બીચકતા બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. બન્ને જૂથના સભ્યોએ એકબીજાને ભરી પીવા સામસામા સોડા બોટલો અને પથ્થરમારો કરીને એકબીજા પર હુમલો કર્યો હતો. જેના પગલે વાતાવરણ તંગ થઈ જતા પોલીસે દોડી જઈને મામલો વધુ વણસતો અટકાવ્યો હતો અને બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. દરમ્યાન ગઈકાલે રાત્રે આ ગુનાના આરોપીઓને પકડવા માટે મોરબી એ ડિવિઝન પોલીસ અને એલસીબી તથા એસઓજી સહિતના પોલીસ કાફલાએ કાલિકા પ્લોટમાં કોમ્બિગ હાથ ધર્યું હતું.પરંતુ મારામારીના આરોપીઓ હાથ લાગ્યા ન હતા.ત્યારે આ વિસ્તારમાં સધન સર્ચ કરતા કાલિકા પ્લોટના જલાલ ચોકમાં રહેતી ફિરોજાબેન હુસેનભાઈ ચાનીયા ઉ.વ.30ને અલગ અલગ બ્રાન્ડની 6 ઈંગ્લીશ દારૂની બોટલ કિંમત રૂ.1800 સાથે ઝડપી લીધી હતી .પોલીસની પૂછપરછમાં તેણીએ આ દારૂની બોટલ દાઉદ મહમદ પલેજા એ આપી હોવાની કબૂલાત આપતા પોલીસે તેની સામે દારૂના વેપલો કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text