મોરબી : સાવસર પ્લોટ વિસ્તારમાં ગટરના પાણી નળમાં ઘુસ્યા

- text


ગંદા અને દુર્ગંધયુકત પાણીથી ગંભીર મહામારીનો ઝળુંબતો ભય

મોરબી : મોરબીના સાવસર વિસ્તારમાં પાછલા થોડા દિવસોથી નળમાં ગંદુ અને દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું હોવાથી વિસ્તારના રહેવાસીઓમાં પરેશાની સાથે રોષ વ્યાપી રહ્યો છે.

ભૂગર્ભ ગટરની લાઈનમાં ભંગાણ પડવાથી ગંદુ પાણી તૂટેલી પાણીની લાઈનમાં ભળી જતું હોવાની ભીતિ સ્થાનિકોએ વ્યક્ત કરી છે. અત્યંત દુર્ગંધ મારતું અને પીળા કલરનું પાણી વાપરવા યોગ્ય પણ ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. વિસ્તારમાં રહેતા ડોક્ટરોએ આવા પાણીથી ભયંકર રોગચાળો ફેલાવાનો ભય વ્યક્ત કર્યો છે ત્યારે નગરપાલિકા માત્ર પાણીવેરો ઉઘરાવવા પૂરતું જ તેનું કામ સીમિત હોય એવું માનીને આ ગંભીર ફરિયાદ પ્રત્યે દુર્લક્ષ સેવી રહી છે એવો આક્રોશ સ્થાનિકોએ મોરબી અપડેટ સમક્ષ વ્યક્ત કર્યો છે.

- text

- text