વાંકાનેરના એવોર્ડ વિનર ફોટોગ્રાફર ભાટી એન.નું પ્રેસ કલબ દ્વારા વિશિષ્ટ બહુમાન

- text


પ્રમુખ અયુબ માથકીઆ અને ઉપપ્રમુખ હરદેવસિંહ ઝાલાએ ભાટી એન.ને ફુલહારથી અભિનંદન આપ્યા

વાંકાનેર : વાંકાનેરના પ્રેસ ફોટોગ્રાફર ભાટી એન.ને તાજેતરમાં મુંબઇ ખાતે બે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ બદલ પ્રજાસત્તાક પર્વે વાંકાનેરના ગૌરવ સમા આ ફોટોગ્રાફરનું પ્રેસ કલબ ઓફ વાંકાનેર દ્વારા વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યુ હતું.

બેસ્ટ અને એક્સ્ટ્રાઓડિનરી ફોટોગ્રાફ લેવાનો આગ્રહ રાખતા વાંકાનેરના જાણીતા પ્રેસ ફોટોગ્રાફર ભાટી એન ના કામની કદર કરીને ગુજરાત સરકારે અને ગુજરાતની ઘણી સંસ્થાઓએ તેઓનું અદકેરૂ સન્માન કર્યું છે. આ ઉપરાંત યુનાઇટેડ નેશન્સ યુનિવર્સીટી ફોર ગ્લોબલ પીસ દ્વારા ‘હ્યુમન એક્સેલન્સી અને ગ્લોબલ પીસ એવોર્ડ આમ બે એવોર્ડથી તેઓનું મુંબઈની અંધેરીમાં આવેલ બેટર હોમ ઇન્ટરનેશનલ હોટેલ ખાતે તેના ચીફ ગવર્નર ડોક્ટર મધુ કિશન અને ફિલ્મી દુનિયાના જાણીતા ડાયરેકટર સતીષ કૌશિક, ડોક્ટર પ્રવીણ ભાટિયાના વરદહસ્તે સન્માન કરવામાં આવેલ છે.

- text

વાંકાનેરનું નામ રોશન કરનાર પ્રેસ ફોટોગ્રાફર ભાટી એન. ને મળેલાં બે એવોર્ડ બદલ પ્રેસ કલબ ઓફ વાંકાનેર દ્વારા ૨૬મી જાન્યુઆરીના રોજ પ્રેસ કલબ ઓફ વાંકાનેરના પ્રમુખ અયુબ માથકીઆ અને ઉપપ્રમુખ હરદેવસિંહ ઝાલા દ્વારા ફુલહાર કરીને તેઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. તેમજ વાંકાનેરના આ અમૂલ્ય રત્નને મળેલ એવોર્ડ અને ભાટી એન. એ કરેલ મહેનત અને ખાસ તેમની ફોટોગ્રાફીની તેમની દ્રષ્ટિ અને સૂઝબૂજને બિરદાવીને તેઓ હજુ પણ વધુ પ્રગતિ કરે અને વાંકાનેરનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text