મોરબીમાં વિખુટા પડેલા બાળકનું તેના પિતા સાથે પુન:મિલન

- text


એ ડિવિજન પોલીસે બાળકના પિતાની શોધખોળ કરીને તેમને સોંપી દીધો

મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસેથી માતાપિતાથી વિખૂટો પડેલો સાત વર્ષનો બાળક મળી આવ્યા બાદ એ ડિવિઝન પોલીસે તેના માતાની શોધખોળ ચલાવીને તેના માતાપિતાનો પતો મળી જતા એ બાળકનું તેના પિતા સાથે પુન:મિલન કરાવીને સરાહનીય કામગીરી કરી હતી.

- text

આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર ગત તા.26 જાન્યુઆરીના રોજ સાંજના સાત વાગ્યાના સમયે એક સાત વર્ષની ઉંમરનો બાળક મોરબીના જુના બસ સ્ટેન્ડમાંથી મળી આવ્યો હતો. પોલીસે આ બાળકનો કબજો મેળવીને તેના વાલીવારસની શોધખોળ હાથ ધરી હતી.પોલીસે આ બાળકને તેના માતાપિતા અંગે પૂછપરછ કરતા તે પોતાનું નામ રાજુ હોવાનું જણાવતો હતો અને જુના બસ સ્ટેન્ડમાંથી માતાપિતાથી વિખૂટો પડી ગયાનું જણાવ્યું હતું.આથી એ ડિવિઝન પોલીસે જુના બસ સ્ટેન્ડ આસપાસના વિસ્તારમાં તપાસ ચલાવતા આ બાળકના માતાપિતાનો પતો મળી ગયો હતો અને આ અંગે યોગ્ય ખરાઈ કરીને એ ડિવિઝન પોલીસ મથકના એ.એસ.આઈ. આર. બી.વ્યાસ તથા તેમના રાઇટર મોમજીભાઈ અને રાજુભાઈએ બાળકનું તેના માતાપિતા સાથે પુન:મિલન કરાવીને સરાહનીય કામગીરી કરી હતી.પોલીસની મદદથી પુત્ર હેમખેમ મળી જતા તેના માતાપિતાએ રાહતનો દમ લીધો હતો.

- text