વાંકાનેર: પંચાસીયા પાયોનિયર પ્રાથમિક વિધાલયમાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો

- text


વાંકાનેર: વાંકાનેરના પંચાસિયામાં પયોનિયર પ્રાથમીક વિદ્યાલયમાં ૭૦માં ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

પ્રજાસત્તાક દિન નિમિતે શાળામાં ગૌરવભેર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય અને શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોએ ત્રિરંગાને સલામી આપી હતી.

જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રેષ્ઠ શિક્ષક રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા થયેલ શેરસીયા અબ્દુલ સાહેબ, અતિથિ વિશેષ જાહીદ ગઢવાળા (C.A સાહેબ), સઇશ માથકિયા (તાલુકા પંચાયત સદસ્ય), અબ્દુલભાઇ ચોધરી (સેક્રેટરી APMC WNKR) સમગ્ર કાર્યક્રમનું સચાલન કરનાર હાસ્ય કલાકાર નજરૂદીન વકાલીયા (સરપંચ કણકોટ) તેમજ પંચાસીયા ગામના આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
પાયોનિયર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. આ પ્રસંગે પાયોનિયર સ્કુલ દ્રારા શેરસીયા અબ્દુલ સાહેબ તેમજ જાહિદ ગઢવાળા સાહેબનુ સન્માન સ્કુલ સંચાલક અશરફ સાહેબ દ્રારા કરવામા આવ્યુ હતુ. કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓએ દેશભકિતની રચનાઓ, પિરામિડ સહિતના અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. જેમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા.

- text

- text