હળવદ પંથકમાં ઘૂંટાયો દેશભક્તિનો રંગ : પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી

- text


માનગઢ, ચન્દ્રગઢ, મયાપુર, સુંદરી ભવાની, સરંભડા, રાતાભેર, સુખપર, શકિતનગર સહિતના વિસ્તારોમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાયો પ્રજાસત્તાક પર્વ

હળવદ : ૭૦માં પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે હળવદ પંથકમાં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા જુદાજુદા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરી દેશભકિતની ભાવના પ્રગટ કરી હતી. આજે ૭૦માં પ્રજાસત્તાક દિન નિમિતે હળવદ તાલુકાના ચંદ્રગઢ, માનગઢ, મયાપુર, સુંદરીભવાની, સરંભડા, વેગડવાવ, સુખપર, શકિતનગર, કવાડીયા, રાતાભેર, સુર્યનગર, ચરાડવા, માથક, શિરોઈ, ખેતરડી, સમલી, ધનાળા, જીઆઈડીસી, સુર્યનગર, પ્રતાપગઢ અને શિરોઈ સહિતના વિસ્તારોમાં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી.

નવજીવન વિકલાંગ સેવાશ્રય

હળવદના નવજીવન વિકલાંગ સેવાશ્રયમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નવજીવન વિકલાંગ સેવાશ્રયના મંત્રી જિતેન્દ્રભાઈ જાષીના હસ્તે ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી. તેમજ અખીલ ભારતીય નવયુગ સંસ્થાના અધ્યક્ષ પ્રફુલભાઈ સેક્રેટરી તેમજ સ્ટાફ અને ફ્રેન્ડ યુવા સેવા ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતા. આ પ્રસંગે મહર્ષિ ગુરૂકુલના વિદ્યાર્થીઓ દ્વારા મંદબુધ્ધીના બાળકો સાથે કેક કાપીને પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી. તેમજ મંદબુધ્ધીના બાળકો દ્વારા દેશ ભકિતના ગીતો રજુ કરાયા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન જગદીશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને તમામ કર્મચારીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવાઈ હતી.

 

મયાપુર

પ્રજાસત્તાક પર્વ નિમિતે મયાપુર ગામની પ્રાથમિક શાળામાં ‘દિકરીની સલામ, દેશને નામ’ કાર્યક્રમ અંતર્ગત ગામની દિકરી તેજલબેન કણઝરીયા દ્વારા તેમજ સરપંચ કાંતિલાલ કણઝરીયા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. જેમાં લિલીપુટ ડાન્સે ગ્રામજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા એસએમસી અધ્યક્ષ ઘનશ્યામભાઈ કણઝરીયા તેમજ ગ્રામજનો અને શાળાના શિક્ષકોનો અમુલ્ય ફાળો રહ્યો હતો.

- text

જીઆઈડીસી, સુર્યનગર, પ્રતાપગઢ અને શિરોઈ

પ્રજાસત્તાક પર્વ નીમિતે હળવદ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે ઉલ્લાસ સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે હળવદ જીઆઈડીસી ખાતે આવેલ પ્રા.શાળા ખાતે તેમજ સુર્યનગર ગામે દિકરીઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જયારે તાલુકાના શિરોઈ અને પ્રતાપગઢ ગામે સરપંચના હસ્તે ધ્વજવંદન કરાયું હતું.જીઆઈડીસી વિસ્તારમાં શાળા નં.૧૧ ખાતે શાળામાં જ ભણતી કિંજલ હીરાભાઈ મુંધવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ તકે આચાર્ય કિશોરભાઈ કાપડી, સંદીપ પટેલ, મહેશભાઈ દેત્રોજા, ધર્મેન્દ્રભાઈ પટેલ, નિશાબેન સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જયારે તાલુકાના સુર્યનગર ગામે ગામની જ બે દિકરી પામીલાબેન લકુમ અને પારૂબેન ચરમારીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ તકે સરપંચ વજુભાઈ ઠાકોર તેમજ શિક્ષકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જયારે તાલુકાના શિરોઈ ગામે ગામના સરપંચ રામસંગભાઈ ઠાકોરના હસ્તે ધ્વજવંદન કરી શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. તાલુકાના પ્રતાપતગઢ પ્રા.શાળા ખાતે પ્રજાસત્તાક પર્વ નિમિતે ધ્વજવંદન કરી બાળકો દ્વારા દેશભકિતના ગીતો રજુ કર્યા હતા.

 

- text