મોરબીની ભારતી વિદ્યાલયમાં ૭૦માં પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

- text


બાળકો માટે વેશભૂષા અને વકૃત્વ સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

મોરબી : મોરબીની ભારતી વિદ્યાલયમાં ૭૦માં પ્રજાસત્તાક દિનની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. આ તકે શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમ દરમિયાન બાળકો માટે વેશભૂષા અને વકૃત્વ સહિતની વિવિધ સ્પર્ધાઓ પણ રાખવામાં આવી હતી.

જેમાં ધ્વજવંદન શાળાના સ્થાપક લાલજીભાઇ મહેતાના હસ્તે કરવામાં આવેલ.ધ્વજવંદનની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ , વેશભૂષા , વકૃત્વ તેમજ ઇનામ વિતરણ જેવા કાર્યક્રમો યોજાયા હતા.આ કાર્યક્રમમાં વોર્ડ નંબર ૩ના કોર્પોરેટર જયરાજસિંહ જાડેજા અને પ્રકાશભાઈ ચબાડે હાજરી આપી હતી. શાળાના કેજી થી ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક આ રાષ્ટ્રીય પર્વમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

શાળાના બાળકોએ અવનવા દેશભક્તિ ગીત પર ડાન્સ કર્યો હતો.કાર્યક્રમના અંતમાં શાળાના પ્રમુખ હિતેષભાઇ મહેતાએ ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા તેમજ ભારતી વિદ્યાલય શાળા પરિવાર વતી કાર્યક્રમમાં આવેલ તમામ વાલીગણનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text