કેનાલમાં ડૂબેલા મોરબીના બન્ને યુવાનોને શોધવા દિલ્હીથી ખાસ ડ્રોન મંગાવાયું

- text


ડેન્ટિસ્ટનો અભ્યાસ કરતો એક યુવાન સાંસદ મોહનભાઇ કુંડારીયાનો ભાણેજ : ઘટનાને પગલે સીરામીક ઉદ્યોગ જગતમાં શોકનું મોજું

મોરબી : કલોલ પાસે આવેલી જાસપુર કેનાલમાં ડેન્ટિસ્ટનો અભ્યાસ કરતા મોરબીના સીરામીક ઉદ્યોગપતિના બે યુવાનો સેલ્ફી લેતા સમયે કેનાલમાં ડૂબી જતાં સીરામીક ઉદ્યોગમાં શોકનું મોજું ફરી વળ્યું છે, કેનાલમાં ડૂબેલ એક યુવાન સાંસદસભ્ય મોહનભાઇ કુંડારીયાનો સગો ભાણેજ હોવાનું બહાર આવ્યુ છે. હાલમાં બન્ને હતભાગી યુવાનોને શોધવા દિલ્હીથી ખાસ ડ્રોન મંગાવવામાં આવ્યુ હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર શાસ્ત્રીનગરમાં રહેતા મૂળ લાલપર ગામના રહેવાસી અને મોરબીના લખધીરપુર રોડ પર ઓમેન સિરામિક નામનું કારખાનું ધરાવતા ભરતભાઇ થોભણભાઈ આદ્રોજાના પુત્ર પ્રીત આદ્રોજા (ઉ.૨૦) અને ઢુવા પાસે ન્યુપર્લ સિરામિક નામનું કારખાનું ધરાવતા ધીરુભાઈ કાસુન્દ્રનો દીકરો ધરમીન કાસુન્દ્ર (ઉ.૨૦) કલોલ પાસે આવેલ કર્ણાવતી ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરતા હતા અને ત્યાં જ હોસ્ટેલમાં રહેતા હતા. દરમ્યાન તે બન્ને જાસપુર કેનાલ પાસેથી નીકળતા શોર્ટ કટ રસ્તેથી હોસ્ટેલે જઇ રહ્યા હતા ત્યારે સેલ્ફી લેવા માટે કેનાલ પાસે ઉભા રહ્યા હતા. સેલ્ફી લેતા સમયે બે પૈકીના એક યુવાનનો પગ લપસતા તે કેનાલમાં પડ્યો હતો જેને બચાવવા માટે બીજા યુવાને પ્રયાસ કરતા તે યુવક પણ કેનાલમાં લપસી ગયો હતો. આમ બન્ને યુવાન કેનાલમાં પડી જતા હાલ બન્નેની શોધખોળ ચાલી રહી છે.

કેનાલમાં ડૂબેલા મોરબીના બન્ને યુવાનોની શોધખોળ હાથ ધરાઈ તેનો વિડિઓ જોવા નીચેની લિંક પર ક્લીક કરો.

- text

ઉલ્લેખનીય છે કે કેનાલમાં ડૂબેલા યુવાનો પૈકી એક યુવાન સાંસદસભ્ય મોહનભાઇ કુંડારીયાનો ભાણેજ થતો હોય સાંસદ મોહનભાઇ પણ ક્લોલના જસપુર દોડી ગયા છે ઉપરાંત આ દુઃખદ ઘટનાની જાણ થતાં મોરબીથી મોટી સંખ્યામાં આગેવાનો અને ઉદ્યોગપતિ તેમજ યુવકોના પરિજનો અને મિત્ર વર્તુળો પણ ઘટના સ્થળે દોડી ગયા છે.

છેલ્લે મળતી વિગતો મુજબ કેનાલનું પાણી બંધ કરાવીને શોધખોળ ચાલુ છે તેમજ પાણીમાં સ્કેન કરી શકે તેવું ખાસ ડ્રોન દિલ્હીથી મંગાવવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text