મોરબી જિલ્લા કલેકટર કચેરીની લિફ્ટમાં એક યુવાન ફસાયો

- text


અરજદારો મહામહેનતે ફસાયેલા યુવાનને લિફ્ટમાંથી બહાર કાઢ્યો : વારંવાર અધવચ્ચે બંધ પડી જતી લિફ્ટના કારણે મુશ્કેલીમાં મુકાતા અરજદારો અને કર્મચારીઓ

મોરબી : શોભેશ્ર્વર રોડ પર નવી બનેલી જિલ્લા કલેકટર કચેરીમાં આવેલી લિફ્ટ આજે અચાનક અધવચ્ચે બંધ પડી જતા લિફ્ટમાં યુવાન ફસાયો હતો અને બુમાબુમ કરવા લાગતા અરજદારોએ તેને મહામુસીબતે લિફ્ટમાંથી હેમખેમ બહાર કાઢ્યો હતો.જોકે આ લિફ્ટ વારંવાર અધવચ્ચે બંધ પડી જતી હોવાથી અરજદારો અને કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાય જાય છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે શોભેશ્ર્વર રોડ ઉપર નવી બનેલી જિલ્લા કલેકટર કચેરીમાં આજે પાણીનું વિતરણ કરતો એક યુવાન નિત્યક્રમ મુજબ આજે સવારે કલેકટર કચેરી ઉઘડતા પાણી આપવા આવ્યો હતો અને કલેકટર કચેરીના ઉપરના માળે પાણી આપવા માટે તે પ્રથમ માળેથી લિફ્ટમાં ચડ્યો હતો.પરંતુ લિફ્ટ અધવચ્ચે બંધ થઈ જતા યુવાન તેમાં ફસાય ગયો હતો. આથી લિફ્ટમાં ફસાયેલા યુવાન બુમાબુમ કરવા લાગતા કામ અર્થે આવેલા અરજદારો ત્યાં દોડી ગયા હતા અને અરજદારોએ ધારદાર હથિયારથી લિફ્ટનો દરવાજો તોડી પોણી કલાકની મહામહેનતે યુવાનને હેમખેમ બહાર કાઢ્યો હયો. જોકે આ લિફ્ટ વારંવાર અધવચ્ચે બંધ પડી જાય છે તેથી અરજદાર અને કર્મચારીઓ મુશ્કેલી મુકાય જાય છે. જેથી આ બાબતે તંત્ર યોગ્ય કાર્યવાહી કરી લિફ્ટ રીપેર કરાવે તેવી માંગ ઉઠી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text