મોરબી : દૂધની કોથળીના પ્લાસ્ટિકના ગાલાની ચોરી સીસીટીવી કેમેરામાં કેદ

- text


પી.પી.ડબ્લ્યુ પોસ્ટ ઓફિસ પાસેના એપાર્ટમેન્ટના પાર્કિગ અને ભડિયાદ રોડ ઉપરથી દુકાન પાસેથી આશરે 50 પ્લાસ્ટિકના દૂધની કોથળીના ગાલાની ચોરી : સી.એન.જી.રિક્ષામાં આવીને ચોરી કરતા તસ્કરો સી.સી.ટી.વી.માં કેદ

મોરબી : મોરબીમાં પોલીસ કહેવાતા નાઈટ પેટ્રોલીગના ધજજીયા ઉડે તે રીતે હમણાંથી સામાન્ય ચોરીના બનાવો બની રહ્યા છે. જેમાં આજે વહેલી સવારે સામાકાંઠે દૂધની કોથળીના પ્લાસ્ટિકના ગાલાની ચોરી થવાની ઘટના સામે આવી છે.

સામાંકાંઠે પી.પી.ડબ્લ્યુ પોસ્ટઓફિસ પાસેના એપાર્ટમેન્ટના પાર્કિગમાં તથા ભડિયાદ રોડ પરની અશોક પ્રજાપતિની દુકાન પાસેથી આશરે 50 જેટલા દૂધની કોથળીના પ્લાસ્ટિકના ગાલાની સી.એન.જી.રીક્ષામાં આવીને બુકાનીધારી તસ્કરો ચોરી કરી ગયાની ઘટના સી.સી.ટી.વી.કેમેરામાં કેદ થઈ છે.

- text

મોરબીમાં પોલીસના કહેવાતા નાઈટ પેટ્રોલીગ સામે પ્રશ્ન ઉઠે તે રીતે છેલ્લા કેટલાક સમયથી સામાન્ય નાની મોટી ચોરીના બનાવો ઉતરોતર વધી રહ્યા છે. થોડા સમય પહેલા બે ટાબરીયા લગ્નમંડપમાં દુલહન સહિત બે યુવતીના પર્સની તથા ભુગર્ભ ગટરના ઢાંકણાની તસ્કરોએ ચોરી કર્યોની ઘટના સીસીટીવી કેમેરા મારફત પ્રકાશમાં આવી હતી. ત્યારે આજે દૂધની કોથળીના પ્લાસ્ટિકના ગાલાની ચોરી થતી હોવાનો બનાવ સીસીટીવી કેમેરામાં મારફત ઉજાગર થયો છે. સીસીટીવી કેમરેમાં દેખાતી આ ચોરીની ઘટના મુજબ તસ્કરો સી.એન.જી.રિક્ષામાં આવે છે અને મોઢે રૂમાલ બાંધીને વહેલી સવારે પાર્કિગમાં કે દુકાન પાસે રાખેલા દૂધની કોથળીના પ્લાસ્ટિકના ગાલાની ચોરી કરે છે. સામાકાંઠે પરશુરામ પોટરી પોસ્ટ ઓફિસ પાસે આવેલા રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટના પાર્કિગમાં વહેલી સવારે રહેલા દૂધની કોથળીના પ્લાસ્ટિકના ગાલાની આ બુકનીધારી શખસો ચોરી કરી હતી. આવી જ રીતે અહીંથી થોડે દુર આવેલા ભડિયાદ રોડ પરની અશોક પ્રજાપતિની દુકાન પાસે રાખેલા દૂધની કોથળીના પ્લાસ્ટિકના ગાલાની ચોરી કરી હતી. આ બન્ને સ્થળેથી તસ્કરો મોઢે રૂમાલ બાંધીને આશરે 50થી વધુ પ્લાસ્ટિકના ગાલાની ચોરી કરીને સી.એન.જી.રિક્ષામાં નાસી ગયા હોવાનું જાણવા મળે છે. જોકે આ ચોરીના વધી રહેલા બનાવોથી પોલીસના નાઈટ પેટ્રોલીગ સામે સવાલ ઉઠ્યો છે. ત્યારે પોલીસ લોકોમાં ખરડી રહેલી ઇમેજ સુધારવા નાઈટ પેટ્રોલીગ વધુ અસરકારક બનાવે એવી માંગ ઉઠી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text