મોરબીના સોખડા ગામે યુવાનનું ઝેરી દવા પી લેતા મોત

- text


 

મોરબી : મોરબીના સોખડા ગામે રહેતા યુવાને ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને મળતી વિગતો અનુસાર મોરબીના સોખડા ગામે રહેતા મેરામ વેલજીભાઈ સુરેલા ઉ.વ.20 નામના યુવાને આજે કોઈ કારણોસર સોખડા ગામની સીમમાં આવેલા ખેતરમાં ઝેરી દવા પી લીધી હતી અને તેને સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

- text

 

- text