હળવદ : ચેક રિટર્ન કેસમાં આરોપીને ૧૮ માસની કેદ અને રૂ. ૨.૮ લાખનો દંડ

- text


હળવદ : હળવદના વેપારી પાસેથી ઉછીના લીધેલા નાણાનો ચેક રિટર્ન થયો હોવાના કેસમાં જ્યૂડીશ્યલ મેજિસ્ટ્રેટે આરોપીને એક વર્ષની સજા તેમજ ચેકથી બમણી રકમ એટલેકે રૂ. ૨.૮૦ લાખનો દંડ ફટકાર્યો છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદના વેપારી વિજયભાઈ બળવંતરાય ઠક્કર પાસેથી આરોપી વિરજીભાઈ અમરશીભાઈ દલવાડીએ સબંધના નાતે રૂ. ૧,૪૦,૦૦૦ ઉછીના લઈને તેનો ચેક આપ્યો હતો. આ ચેક બેંકમાં જમા કરાવતા પરત ફર્યો હતો. આ મામલે વિજયભાઈએ ફરિયાદ નોંધાવી હતી.

- text

આ કેસ હળવદના જ્યૂડીશ્યલ મેજિસ્ટ્રેટ બી.એમ. રાજની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષના વકીલો વિજયભાઈ ચંદ્રવદન જાની તથા દેશબંધુ હરિશચંદ્ર જાનીની ધારદાર દલીલોના આધારે કોર્ટે આરોપીને ૧૮ માસની કેદ તેમજ ચેકની બમણી રકમ એટલે કે રૂ. ૨.૮૦ લાખનો દંડ ફટકાર્યો છે.

- text