મોરબી : ધો ૧૦ અને ૧૨માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પાસ થવાની ઉતમ તક

- text


મોરબીની ઓસેમ સ્કુલમાં એન.આઈ.ઓ.એસ.નુ કેન્દ્ર શરૂ

મોરબી : ઘણા વિદ્યાર્થીઓ ધો-૧૦ કે ૧૨મા નાપાસ થયા બાદ અભ્યાસ છોડી દેતા હોય છે ત્યારે ભવિષ્ય મા અભ્યાસની આવશ્યકતા રહેતી હોવા છતા તેમની પાસે કોઈ વિકલ્પ રહેતો નથી. આ બાબત ને ધ્યાન મા રાખી શિક્ષણનો વ્યાપ વધારવા તેમજ વિવિધ બોર્ડમા નાપાસ થયેલ વિદ્યાર્થીઓને પાસ થવાની તક મળે તે હેતુસર કેન્દ્ર સરકારે નવેમ્બર ૧૯૮૯મા નેશનલ ઈન્સ્ટીટ્યુટ્સ ઓફ ઓપન સ્કુલીંગની સ્થાપના કરી હતી.

જેમા ધો-૧૦ તેમજ ધો-૧૨ મા સાયન્સ, કોમર્સ, આર્ટ્સ સહીત ના અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. તે ઉપરાંત આ બોર્ડ સમગ્ર ભારત માન્ય છે. એન.આઈ.ઓ.એસ. નો માન્યતા ક્રમાંક AI 040068/390097 છે. દેશ ની દરેક યુવિવર્સિટીમાતે માન્ય છે ત્યારે મોરબીમા પ્રથમ વખત શહેર ની નામાકીંત ઓમ શાંતિ ઈંગ્લીશ મિડીયમ સ્કુલને એન.આઈ.ઓ.એસ.ની માન્યતા આપવામા આવી છે. જેમા ધો-૧૦, ૧૨ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ ના અભ્યાસક્રમો ઉપલબ્ધ રહેશે. એન.આઈ.ઓ.એસ. ના નિયમ મુજબ પ્રથમ સ્ટ્રીમમા એડમિશન મેળવનારની પરિક્ષા માર્ચ-એપ્રીલમા યોજવામા આવશે, જ્યારે બીજી સ્ટ્રીમમા પ્રવેશ મેળવનારે સપ્ટેમ્બર-ઓક્ટોબરમા પરિક્ષા આપવાની રહેશે. તે ઉપરાંત વોકેશનલ કોર્ષ પણ ઉપલબ્ધ છે.

- text

નાપાસ વિદ્યાર્થીઓ નુ વર્ષ ન બગડે તેમજ ભૂતકાળ મા અભ્યાસ છોડેલ વિદ્યાર્થીઓ ને ધો-૧૦-૧૨ પાસ કરવા ની તક મળે તે હેતુસર સ્થપાયેલ આ બોર્ડ નુ કેન્દ્ર પ્રથમ વખત મોરબી જીલ્લા ને પ્રાપ્ત થયુ છે. જેમાં ૫૦૦ વિદ્યાર્થીઓ ની સંખ્યા મયાર્દીત હોય, વહેલા તે પહેલા ના ધોરણે પ્રવેશ મેળવી લેવા સંસ્થાની યાદીમા જણાવ્યુ છે. પ્રવેશ મેળવવા તેમજ વધુ માહીતી માટે આચાર્ય શ્રી ધર્મેન્દ્ર ભાઈ ગડેશિયા – ૭૫૭૫૦૦૫૩૬૩નો સંપર્ક કરવા નિર્મિત કક્કડની યાદીમાં જણાવાયું છે

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text