મોરબીના સો ઓરડી વિસ્તારમાં વીજ ધાંધિયાથી પતંગરસિયા નારાજ

- text


મોરબી : મોરબીના સામા કાંઠા વિસ્તારમાં આવેલ સો ઓરડી વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વીજ ધાંધિયા જોવા મળી રહ્યા છે. મકર સંક્રાત જેવો તહેવાર હોઈ અને આજે પણ સવાર થી જ લાઈટ ગુલ થઈ ગઈ છે. ગઈ કાલે પણ વહેલી સવારથી લાઈટ ગુલ થઈ ગઈ હતી જે રાત્રે પરત આવી હતી. આજે પણ સવારથી જ લાઈટ ગુલ થઈ ગઈ છે. આ અંગે pgvcl ને કર્મી સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે લાઇન માં ક્યાંક ફોલ્ટ સર્જનો છે જે હજી સુધી મળતો નથી. લાઈન જેવી શરૂ કરવામાં આવે છે તેવી દશ પંદર મિનિટ માં ક્યાંક અર્થીગ થઈ જાય છે જેના કારણે લાઈટ જતી રહે છે. ગત રાત્રીના શરૂ થઈ ગઈ હતી પરંતુ ફરી પાછી આજે સવારથી એના એજ પરિસ્થિતિ ઉભી થઇ છે. તહેવાર સમયે જ વીજ ધાંધિયા થતા પતંગ રસિકો ધાબે હોમ થિયેટરો અને મ્યુઝીક સિસ્ટમ ગોઠવી ને બેઠા હતા તેઓ નિરાશ થયા હતા. જયારે મોડી સાંજે છેક લાઈટ આવી હતી.

 

- text