યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ગરીબ બાળકોને મીઠાઈ, પતંગ અને દોરાનું વિતરણ કરાયું

- text


મોરબી : મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ઉતરાયણ નિમિતે ઝુપડપટ્ટી અને પછાત વિસ્તારમાં નાના બાળકોને શુદ્ધ ઘી ના બનાવટના અડદિયા અને મીઠાઈનું તથા પતંગ અને ફીરકી (દોરા) નું વિતરણ કરવામાં આવ્યું હતું.

મોરબીના યંગ ઇન્ડિયા ગૃપ દ્વારા દરેક તહેવારોની પ્રેરણાદાયી અને સાર્થક ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે મકરસંક્રાતિના દિવસે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ગરીબ બાળકોને પતંગ, દોરા, મીઠાઈનું વિતરણ કરાયું હતું. આ નાગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેન રબારીએ જણાવ્યું હતું કે આપણા યંગ ઇન્ડિયા ગ્રુપ દવારા હંમેશા દરેક તહેવારોની સાર્થક ઉજવણી કરવાનો પ્રયાસ કરવામાં આવે છે જેના ભાગરૂપે આજે ઉતરાયણ ના દિવસે દાનધર્મ ના મહિમા ને ચરિતાર્થ કરતા અને બાળભાષા માં કહું તો “લૂંટવાનો નહિ લૂંટાવવાનો આનંદ” મેળવાનો નહિ આપવાનો આનંદ આપી યંગ ઇન્ડિયા ગ્રુપ દવારા ઉતરાયણ નિમિતે ઝુપડપટ્ટી અને પછાત વિસ્તારમાં નાના બાળકો ને શુદ્ધ ઘી ના બનાવટના અડદિયા અને મીઠાઈનું તથા પતંગ અને ફીરકી (દોરા) નું વિતરણ કરી ને પૃથ્વી પરના ઈશ્વર ને રાજી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

- text

- text