મોરબીમાં ગાંડાએ ગામ માથે લીધું : રેલવે ટ્રેક ઉપર સુઈ ગયો

- text


મોરબી : મોરબીમાં આજે બપોરે એક ગાંડાએ ગામ ગાંડું કરી રેલવે ટ્રેક ઉપર ખેલ કરતા ડેમુ ટ્રેન અટકાવી દેવા ફરજ પડી હતી, જો કે ડ્રાઇવરની સમય સુચકતાથી પાગલનો જીવ બચી ગયો હતો પરંતુ આ પાગલ ત્યાર બાદ પણ ખેલ ચાલુ રાખી એક મહિલાને છરી મારી દીધી હોવાની ચર્ચા ઉઠી છે.

જાણવા મળ્યા મુજબ આજે બપોરે એકાદ વાગ્યાને સુમારે મોરબીના પાડા પુલ નજીક રેલવે ટ્રેક ઉપર એક ગાંડાએ ખેલ કરવાનું શરૂ કર્યું હતું અને બરાબર આ જ સમયે ડેમુ આવતા આ પાગલ ટ્રેક ઉપર સુઈ ગયો હતો. જો કે ડ્રાઇવરે સમય સુચકતા વાપરી ડેમુ અટકાવી દીધી હતી આમ છતાં આ પાગલે ખેલ કરવાના ચાલુ રાખ્યા હતા.

- text

બીજી તરફ માથા ફરેલા આ શખ્સે ટ્રેન પસાર થયા બાદ પુલ નીચે પણ ખેલ કર્યા હતા અને એક મહિલાને છરી ઝીકી દીધી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

 

- text