મોરબીમાં ઠંડીમાં ઠુઠવાતા બેસહારા લોકોને ગરમ ધાબળા આપી નવા વર્ષની ઉજવણી

- text


મોરબી : 31 ડિસેમ્બરની રાતે વીતેલા વર્ષને બાયબાય કરવા અને નવા વર્ષને વેલકમ કરવા સમગ્ર વિશ્વ મદાહોશીમાં ડૂબી ગયું હતું.ત્યારે મોરબીના ધર્મનાથ જૈન મિત્ર મંડળએ થર્ટી ફસ્ટની ઉજવણીને સાચા અર્થમાં સાર્થક કરી હતી.જેમાં ધર્મનાથ જૈન મિત્ર મંડળ .મોરબી જૈન તપગચ્છ સંઘ પ્રેરિત અને સંઘના દાતાઓના સહકારથી ધર્મનાથ જૈન મિત્ર મંડળના સભ્યોએ 31 ડિસેમ્બરની રાત્રે શહેરના ઝૂંપટપટ્ટી વિસ્તારોમાં જઈ ત્યાં ગરમ કપડાં વગર નિસહાય બની કડકડતી ટાઢમાં ધ્રુજતા બેસહારા લોકોને ગરમ ધાબડાની હૂંફ આપી માનવતાને દીપવવાની સાથે થર્ટી ફસ્ટની ઉજવણીને ખરા અર્થમાં સાર્થક કરી નવા વર્ષને પ્રેરણાદાયી કાર્યોથી વધાવ્યું હતું.

- text

- text