ભાગેડુ આરોપીઓને શોધી કાઢવામાં મોરબી પોલીસ સમગ્ર રાજ્યમાં અગ્રેસર

- text


જુદી – જુદી સાત ટીમો બનાવી ૨૬ અપરાધિઓને પકડી પાડ્યા

મોરબી : રાજ્યના પોલીસ વળા શિવાનંદ ઝા દ્વારા તમે જિલ્લાઓના અધિકારીઓને ચૂંટણી પૂર્વે નાસતા ફરતા આરોપીઓ પકડવાંનો એકા-એક આદેશ કરવામાં આવ્યો હતો જેમાં આ આદેશના પગલે મોરબી એસપી કરનરાજ વાઘેલા દ્વારા એલસીબી,એસઓજી,પેરોલ ફ્લો સ્કોડ એમ કુલ સાત ટિમો બનાવી ચોરી, લૂંટ, ધાડ, હત્યાની કોશિશ, રાયોટીંગ, મારામારી, દારૂ, અપહરણ, છેતરપીંડી જેવા ગંભીર ગુનાઓ આચરી નાસતા ફરતા કુલ 26 આરોપીઓને એક માસમાં ઝડપી પાડી પ્રશંશનીય કામગીરી કરી છે જેમાં નવેમ્બર માસ માં 14 અને ડિસેમ્બર માસ માં છેલ્લાં સાત દિવસમાં સાત આરોપી અન્ય જિલ્લાના પાંચ આરોપી એમ કુલ મળી એક માસ માં 26 આરોપીઓને પકડી પાડી મોરબી જીલ્લા પોલીસ આરોપી પકડવામાં અગ્રેસર રહી છે

- text

મોરબી જિલ્લા એસપી કરનરાજ વાઘેલાના જણાવ્યા અનુસાર આરોપીઓને પકડવાની કામગીરી ની સાથે સાથે ગમ થયેલા લોકોને શોધી કાઢવા પણ એક મિસીઇંગ સેલ બંનાવવામાં આવ્યો છે જેમાં મિસિંગ સેલના મહિલા પીએસઆઈ ધર્મિષ્ઠા ગોસ્વામી દ્વારા 2007 ,2008, 2010 સહિતના વર્ષોમાં 18 વર્ષ થી ઉપરના ગુમ થયેલ કુલ 15 લોકોને શોધી કાઢવામાં આવ્યા છે જેમાં 13 મહિલાઓ અને 02 પુરુષો નો સમાવેશ થાય છે આ સાથે જ એસપી કરનરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે અજાણ્યા મળેલા મૃતદેહો માટે પણ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં તેની ઓળખ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

 

- text