મોરબી અપડેટના અહેવાલને પગલે અંતે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ડ્રાઇવરની ભરતી

- text


અઠવાડિયા પૂર્વે દર્દીને સ્ટ્રેચરમાં રાજકોટ લઈ જવાની નોબત આવી હતી !! ૧૧ મહિનાના કરાર આધારિત એમ્બ્યુલન્સમાં ડ્રાઇવર ભરતી કરવામાં આવી

મોરબી : અંધેર નગરી જેવી વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ડ્રાઇવરના અભાવે ગરીબ દર્દીને સ્ટ્રેચરમાં નાખીને રાજકોટ લઈ જવો પડે તેવી નોબત આવી હોવાનો સ્ફોટક અહેવાલ મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થતા જ અહેવાલના પડઘા રૂપે સિવિલ સત્તાવાળાઓ દ્વારા તાબડતોબ એમ્બ્યુલન્સ ડરાઇવરની ભરતી કરી છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી ગરીબ દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેવા સંજોગોમાં ગત અઠવાડિયે વાંકાનેર નેશનલ હાઈવે પર નવાપરા પુલ પાસે એક રિક્ષા પલટી મારી ગઈ અને તેમાં બેઠેલ રમેશ કાનજી સારલા રહે.નવાપરા અને મહેશ જાંબુજી કોળી રહે. નવાપરા વાળાને ઇજા થતાં સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવેલ જ્યાં રમેશ કાનજીને પગના ભાગમાં ફેક્ચર હોય અને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવાની તાત્કાલિક જરૂરિયાત હોય પરંતુ સરકારી દવાખાને એમ્યુલન્સ હોવા છતાં છેલ્લા ઘણા સમયથી ડ્રાઇવર હાજર ન હોય રાજકોટ રિફર કરવાં માટે દર્દીના સગા મુસીબતમાં મુકાઈ ગયેલ અને ખાનગી એમ્બ્યુલન્સના પૈસા સાથે ન હોવાથી સ્ટ્રેચર પર દર્દીને લઇ દવાખાનાની બહાર આવેલ જ્યાં રોડ પર દર્દીને સ્ટ્રેચર પર લઇ જતાં જોઈ એક ઈકો ચાલકને આ દર્દી પર દયા આવતાં અને માનવતાના ધોરણે પોતાના વાહનમાં ફ્રીમાં દર્દીને રાજકોટ લઈ ગયા હતા.

આ ચોંકાવનારી અને રાજ્ય સરકાર માટે શરમજનક ઘટના અંગેનો વિસ્તૃત અહેવાલ મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થતા જ શરમના માર્યા વાંકાનેર હોસ્પિટલના સતાધીશો હરકતમાં આવ્યા હતા અને એમ્બ્યુલન્સમાં ડ્રાઇવર તરીકે અજાણા રણછોડ જીવાભાઈની ૧૧ મહિનાના કરાર આધારિત ભરતી કરવામાં આવી છે. એમ્બ્યુલન્સ ડ્રાઇવરની ભરતી થતા હવે વાંકાનેરના દર્દીઓને રાજકોટ રીફર માટે હવે આંશિક રાહત રહેશે.

- text