મોરબી તાલુકા પોલીસે ગુમ થયેલ સાડાત્રણ વર્ષની બાળકીને હેમખેમ શોધી પરિવારને સોંપી

- text


મોરબીમાં વગવાળાના કામ સહુ કોઈ કરે પરંતુ જેનું કોઈ નથી તેનું કામ કરે એ જ માનવતાં કહેવાય છે એવું જ એક ઉદાહરણ મોરબી તાલુકા પીએસઆઈ એસ એ ગોહિલ સહિતની ટીમે પૂરું પાડ્યું

મોરબી : મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એસ.એ.ગોહિલ સહિતના સ્ટાફે માનવતા મહેકાવી શ્રમિક પરિવારની ગુમ થયેલ સાડાત્રણ વર્ષની માસુમ બાળકીને ગણતરીની કલાકોમાં શોધી કાઢી પરિવારજનો સાથે મિલન કરાવતા શ્રમિક પરિવારમા ખુશીનો માહોલ છવાયો હતો.

મોરબી તાલુકા પીએસઆઈ એસ એ ગોહિલ સહિતનો પોલીસ કાફલો પેટ્રોલિંગમાં હતા એ દરમ્યાન માહિતી મળી હતી કે મોરબી તાલુકાના જસમતગઢ ગામ નજીક આવેલ એન્ટીનોવા સીરામીક યુનિટમાં મજૂરી કામ કરતા અને લેબર કોલોનીમાં રહેતા શ્રમિક અરુણકુમાર શ્રીરામભવન આહીર ની સાડા ત્રણ વર્ષની માસુમ બાળકી ગમ થયેલી છે જેથી બનાવની ગંભીર નોંધ લઇ પીએસઆઈ એસ.એ.ગોહિલ સહિતની પોલીસ ટિમ બાળકીના પિતા પાસે પહોંચી સીરામીક ફેકટરીના મલિક અને મજૂરોની સઘન પૂછપરછ કરી પ્રાથમિક તાપસ આરંભી હતી અને આસપાસમાં તપાસ દરમ્યાન શ્રમિક અરુણભાઈની માસુમ બાળકીને પીએસઆઈ એસ.એ.ગોહિલે બાજુના ખેતરમાંથી હેમખેમ શોધી કાઢી હતી અને આ બાળકીને તેના માતા પિતા અને પરિવારને સોંપી હતી.

- text

તાલુકા પોલીસે ઝીણવટ ભરી તાપસ અને આજુબાજુના નજરે જોનાર લોકોની પૂછપરછ દરમ્યાન આ બાળકી પોતાની જાતે જ બાજુના ખેતરમાં ચાલી ગઈ હોવાનું પુરવાર થયું હતું જો કે બાળકો ગુમ થવાના બનાવમાં પોલીસ દ્વારા કોઈ ક્ષતિ રાખવામાં આવતી નથી અને ગુંમ થયાની જાણ થતાં જ સમગ્ર જીલ્લામાં નાકાબંધી કરાવી દેવામાં આવે છે પરંતુ તાલુકા પીએસઆઈ ગોહિલે એ નિર્ણય મુલતવી રાખી અને બાળકીને શોધવામાં સમય લગાડી દીધો હતો.પરંતુ પીએસઆઈ ગોહિલ દ્વારા પોતાની તર્ક બુદ્ધિ અને સંવેદનશીલતા વાપરી પ્રો એક્ટિવેશન કામગીરી કરી બાળકીને ને શોધી પરિવારને હેમખેમ સોંપી હતી અને ચાઈલ્ડ પ્રોટેકશન અન્વયે વાલીઓને ને પણ પીએસઆઈ ગોહિલ દ્વારા જવાબદારીનું ભાન કરવી બાળકોને સાચવવા અનુરોધ કરવામાં આવ્યો હતો જેમાં પીએસઆઈ એસ એ ગોહિલ ની ટીમ દ્વારા બાળકીને ગણતરીની મિનિટોમાં શોધી તેના પરિવારને સુપરત કરતા બાળકીના માતાપિતા અને પોલીસે રાહતનો દમ લીધો હતો

જો કે મોરબી તાલુકા પોલીસમથકનો વિસ્તાર મોરબી જિલ્લાનો સૌથી મોટો વિસ્તાર છે જેથી સ્વાભાવિક છે કે ૧૦૨ ગામ નો વિસ્તાર ધરાવતું આ પોલીસમથકે સવારથી સાંજ સુધી વિવિધ પ્રકારના અસંખ્ય બનાવો પોલીસ દફતરે નોંધાઇ છે ત્યારે ગણતરીની કલાકોમાં બાળકીને શોધી પરિવારને સોંપવી એ કબીલેદાદ કામગીરી ગણવામાં આવે તો એ વાત ને નકારી શકાય નહીં.

આ બનાવ બાબતે મોરબી તાલુકા પીએસઆઈ એસ એ ગોહિલને પૂછતાં તેઓએ આ અહેવાલ પ્રસારિત કરવાની મનાઈ ફરમાવી હતી તેઓએ જણાવ્યું હતું કે પોલીસે તેની ફરજ બજાવી છે જે તેને બજવવી જોઈએ કાઈ મોટું કામ નથી કર્યું પરંતુ જો આ અહેવાલ ના પ્રસારિત કરીએ તો એ વાત લોકોમાં ગ્રાહ્ય ન રહે કે હજું પણ પોતાના પરિવાર જેટલી જ ચિંતા કરનારા અધિકારીઓ મોરબીમાં ફરજ બજાવે છે અને મોરબી ભાગ્યશાળી છે કે એ મોરબી ને આવા કર્તવ્યનિષ્ઠ અને માનવતાવાદી વિચારધારવાળા પીએસઆઈ મળ્યા છે.

 

- text