મોરબીમાં 13મીએ આવકવેરા જાગૃતિ અંગે મહત્વનો સેમિનાર

- text


ઇન્કમટેક્સ ચૂકવો અને મજબૂત રાષ્ટ્રનિર્માણ કરો : ઇન્કમટેક્સ વિભાગ અને મોરબી અપડેટ દ્વારા સૌ પ્રથમ વખત જનજાગૃતિ માટેનો પ્રયાસ

મોરબી : મજબૂત રાષ્ટ્ર નિર્માણ માટે ઈન્ક્મટેક્ક્ષ ચૂકવવો જરૂરી હોવાની સરળ સમજ આપવા ઔદ્યોગિક નગરી મોરબી ખાતે ઇન્કમટેક્સ વિભાગ અને મોરબી અપડેટના માધ્યમથી આગામી તા.13 નવેમ્બરના રોજ ટાઉનહોલ ખાતે આવકવેરા જાગૃતિ અને કરદાતા વિસ્તરણ શીર્ષક હેઠળ મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ નાગરિકો ભાગ લઈ શકશે

કેન્દ્રીય પ્રત્યક્ષકર બોર્ડ ન્યુ દિલ્હી દ્વારા જારી કરવામાં આવેલા એક્શન પ્લાન મુજબ મોરબી ઈન્ક્મટેક્સ વિભાગ અને મોરબી અપડેટ દ્વારા તા.13 નવેમ્બરના રોજ સાંજે 4.30 થી 7.00 વાગ્યા દરમિયાન આવકવેરા જાગૃતિ અને કરદાતા વિસ્તરણ અભિયાન અંતર્ગત વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજકોટ-3ના પ્રિન્સિપાલ કમિશનર ઓફ ઇન્કમટેક્સ બી.વી.ગોપીનાથ ખાસ ઉપસ્થિત રહી ટેક્સ વાઈડનીંગ અને અવેર્નેશ અંગે માર્ગદર્શન પૂરું પાડશે.

ઉલ્લેખનીય છે કે ટેક્સ પ્લાનિંગ માટે દરેક કરદાતા, વેપારી, ઉદ્યોગપતિ, ડોક્ટર, વકીલ અને વ્યાવસાયિકો માટે આ સેમિનાર ખુબ જ ઉપયોગી બને તેમ હોય વધુને વધુ લોકોને આ સેમિનારમાં હાજર રહેવા મોરબી જોઈન્ટ કમિશ્નર ઓફ ઇન્કમટેક્સ અરવિંદ સોનટકે દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમના જણાવ્યા મુજબ આ સેમિનારમાં ટેક્સ અંગેની માહિતી,આવકવેરા ભરવા અંગેની માહિતી, તેમજ એડવાન્સ ટેક્સ અંગેની જાણકારી આપવામાં આવશે.

- text

વધુમાં મોરબીના અંગને પ્રથમ વખત યોજાઈ રહેલા ઈન્ક્મટેક્સ વિભાગના આ સેમિનારમાં દરેકવર્ગના લોકોને ઇન્કમટેક્સ અંગેનું બહુમૂલ્ય માર્ગદર્શન આપવામાં આવનાર હોય મોરબી ઈન્ક્મટેક્સ વિભાગના જોઈન્ટ કમિશનર અરવિંદ સોનટકે દ્વારા રાષ્ટ્ર નિર્માણ માટેના આ કાર્યક્રમમાં લોકોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.

મોરબી અપડેટ અને ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા મોરબીમાં પ્રથમ વખત દરેક નાગરિકો માટે જરૂરી એવા ઇન્કમટેક્ષ અવરનેશ સેમીનારનું આયોજન જેમાં દરેક નાગરિકને ઇન્કમટેક્ષને લગતી અતિ ઉપયોગી માહિતી આપવામાં આવશે તો દરેક નાના મોટા વ્યવસાય સાથે જોડાયેલા લોકોને આ અતિ ઉપયોગી સેમિનારમાં ઉપસ્થિત રહેવા મોરબી અપડેટ અને ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા જાહેર આમંત્રણ છે. સેમિનારની વધુ વિગત માટે મોરબી અપડેટ મોબાઈલ નંબર 9227432274 ઉપર સંપર્ક કરવો.

- text