માળિયા બ્રાન્ચ કેનાલમાં તા.૧૫ સુધીમાં સિંચાઈ માટે પાણી છોડાશે

- text


મોરબી : માળીયા(મી) તાલુકામાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળે એ સૌથી અગત્યની અને ટોચનો અગ્રતાક્રમ ધરાવતી જરૂરિયાત છે ત્યારે મોરબી વિસ્તારના પાણીદાર પ્રતિનિધિ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પાણી પ્રશ્ને હંમેશા સજાગ રહ્યા છે અને વર્ષોથી ખેડૂતોને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવા રજુઆત કરતા સરકાર દ્વારા તા.15 સુધીમાં સિંચાઇના પાણી છોડવામાં આવનાર હોવાનું જાહેર કરાયું છે.

પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની આગેવાનીમાં માળીયા તાલુકા નર્મદા શાખા નહેર ખેડૂત હિત રક્ષક સમિતિના અંદાજે 18 જેટલા આગેવાનોએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા મુખ્ય ઇજનેરશ્રીની મુલાકાત કરી હતી, જે ખૂબ જ ફળદાયી રહી હતી. ના.મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા મુખ્ય ઇજનેરે ખાત્રી આપી હતી કે વ્હેલામાં વ્હેલી તકે કેનાલમાં પાણી છોડવામાં આવશે અને વધુમાં વધુ 10 દિવસમાં માળીયા બ્રાન્ચ કેનાલમાં સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે.

- text

ખેડૂત હિત રક્ષક સમિતિના આગેવાનો અશોકભાઈ બાપોદરિયા (મહામંત્રી, માળિયા તાલુકા ભાજપ), નરભેરામભાઈ ગઢિયા (પૂર્વ મહામંત્રી, માળિયા તાલુકા ભાજપ) હસમુખભાઈ કૈલા (પૂર્વ ઉપપ્રમુખ, માળીયા તાલુકા પંચાયત) કાંતિલાલ વિડજા જુના ઘંટીલા, નિલેશભાઈ સંઘાણી (ખીરઈ), નાગજીભાઈ દેત્રોજા કુંભારીયા, વિઠ્ઠલભાઈ પટેલ (માણાબા) મુન્નાભાઈ સુલતાનપુર તથા અન્ય પ્રતિનિધિઓ જોડાયા હતા અને આજની આ મુલાકાતથી ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો.

કાંતિભાઈ અમૃતિયાના સઘન પ્રયાસથી આ વિસ્તારને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થશે અને હંમેશની માફક ખેડૂતોના હામી બની તેઓના હિતમાં સફળ પરિણામ લાવવા કટિબદ્ધ હોવાનું અને નર્મદા કેનાલની ધ્રાગધ્રા બ્રાન્ચ કેનાલની રજુઆત અન્વયે આ બ્રાન્ચ કેનાલમાં પણ તુર્તજ પાણી છોડવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું હતું.

- text