હળવદમાં તા.૩એ જિલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધા

- text


વાંકાનેરમાં ૭મીએ જિલ્લા કક્ષાનો યુવક મહોત્સવ અને બાળ પ્રતિભા શોધ સ્પર્ધા

મોરબી : મોરબી જિલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધાનું હળવદ ખાતે આગામી તા.૩ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વાંકાનેરમાં તા. ૭એ જિલ્લા કક્ષાના યુવા મહોત્સવ તેમજ બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરાયું છે.

- text

હળવદની સરસ્વતી માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક વિદ્યામંદિર ખાતે આગામી તા. ૩ ઓક્ટોબરના રોજ જિલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટેના ફોર્મ તા.૧ સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, હન્ટર ટ્રેનિંગ કોલેજ છાત્રાલય, શક્તિ ચોક, ગેસ્ટ હાઉસ રોડ ખાતે પહોંચતા કરવાના રહેશે.

આ સાથે વાંકાનેરમાં તા. ૭ના રોજ અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના યુવક મહોત્સવનું તેમજ જિલ્લા કક્ષાના બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

- text