પરિવારે ઉદ્યોગ ક્ષેત્રે તો પુત્રીએ સ્પોર્ટ ક્ષેત્રે વિશ્વમાં મોરબીનું નામ રોશન કર્યું

- text


મોરબીના જાણીતા ફેવરીટ ગ્રુપના પ્રફુલભાઇ કૈલાની પુત્રીએ નેપાળ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય સ્પીડબોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવતી મોરબીનું ગૌરવ વધાર્યું

મોરબી : નેપાળ ખાતે આયોજિત ઇન્ટરનેશનલ સ્પીડ બોલ કોમ્પિટિશનમાં મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી પલક કૈલાએ ગોલ્ડ મેડલ જીતી મોરબી સહિત સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે.પલક મોરબીના જાણીતા યુવા ઉદ્યોગપતિ ફેવરીટ ગ્રુપના પ્રફુલભાઇ કૈલાની પુત્રી તેમજ મોરબી સિરામીક એશોસીએસનના ઉપપ્રમુખ વિજયભાઇ ફેવરીટની ભાણેજ આમ પરિવારે ઉદ્યોગ ક્ષેત્રે તો પુત્રીએ સ્પોર્ટ ક્ષેત્રે વિશ્વમાં મોરબીનું નામ રોશન કર્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જાણીતા ફેવરીટ ગ્રુપના યુવા ઉદ્યોગપતિ પ્રફુલભાઇ કૈલાની પુત્રી તેમજ મોરબી સિરામીક એશોસીએસનના ઉપપ્રમુખ વિજયભાઇ ફેવરીટની ભાણેજ પલકબેન પ્રફુલભાઇ કૈલાએ નેપાળ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવતા વિનય સ્કૂલ અને કૈલા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.

- text

વધુમાં આંતરરાષ્ટ્રીય સ્પીડ બોલ સ્પર્ધા -૨૦૧૮નું નેપાળમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ટીમ ઇન્ડિયા તરફથી ભાગ લેનાર મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીની પલક કૈલા એ અન્ડર-૧૭માં ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે.

મોરબીના વિદ્યાર્થીઓની આ સિદ્ધિમાં વિનય સ્પોર્ટ એકડમીના નિષ્ઠાવાન કોચ પરેશભાઈ ચાંક, મનીષભાઈ અગ્રાવત, ગોપાલભાઈ આચાર્ય અને પલકુમારનો સખત પરિશ્રમ રંગ લાવ્યો છે. આમ, મોરબીના જાણીતા ઉધોગપતિ વિજયભાઇ ફેવરીટની ભાણેજે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી મોરબીના સિરામીક પરીવારનું તેમજ સાથે સમગ્ર મોરબીનુ નામ રોશન કર્યું છે. વિશ્વમાં સીરામીક ક્ષેત્રે ફેવરિટ ગ્રુપનો દબદબો છે. ક્વોલિટી અને ડિઝાઇનના કારણે ફેવરિટ ગ્રુપની ટાઇલ્સ સમગ્ર દુનિયામાં મોરબીનુ નામ રોશન કરી રહી છે ત્યારે પરિવારે જેમ ઉદ્યોગ ક્ષેત્રે વિશ્વમાં નામ રોશન કર્યું તો પરિવારની દીકરીએ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટની સ્પર્ધામાં ગોલ્ડમેડલ મેળવી સમગ્ર વિશ્વમાં મોરબીનુ નામ રોશન કર્યું છે.

- text