મોરબીમાં બિલ્ડરની ઓફીસ બાદ નિવાસ સ્થાને પણ ઇન્કમટેક્સનું સર્ચ ઓપરેશન

- text


મોરબી : રાજકોટના ડેકોરા ગ્રુપ વાળા અગ્રણી બિલ્ડરને ત્યાં ઇન્કમટેક્સના દરોડા સર્ચ ઓપરેશનની સાથે – સાથે મોરબીના બિલ્ડર અને ફાયનાન્સર જેન્તીભાઈ રાજકોટિયાની ઓફીસ બાદ નિવાસ સ્થાને પણ ઇન્કમટેક્સ દ્વારા દરોડા સર્ચ – સર્વે શરૂ કરવામા આવતા ચકચાર જાગી છે.

જાણવા મળતી વિગતો મુજબ આજે વહેલી સવારથી રાજકોટમાં ડેકોરા ગ્રુપ વાળા જમનભાઈ પટેલને ત્યાં દરોડા પાડ્યા બાદ તપાસ મોરબી સુધી લંબાઈ હોવાનું બહાર આવ્યું છે અને મોરબીના જાણીતા ઉદ્યોગપતિ, ફાયનાન્સર અને બિલ્ડર જયંતિભાઈ રાજકોટિયાને ત્યાં પણ સવારથી દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.

- text

વધુમાં ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા મોરબીના સાવસર પ્લોટ ઉપર આવેલ જયંતિભાઈ રાજકોટિયાની ફાયનાન્સ પેઢી વિનાયક કોર્પોરેશન ઉપરાંત જયંતીભાઈ રાજકોટિયાના રવાપર રોડ સ્થિત સમીધા એપાર્ટમેન્ટમાં પણ સર્ચ સર્વે શરૂ કરવામાં આવ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

- text