મોરબીમાં દોઢેક કલાકના ચક્કાજામના અંતે મામલો થાળે પડ્યો

- text


પોલીસ, પાલિકા પ્રમુખ વિલપરા અને પાસ કન્વીનર પનારાએ સમજાવટથી મામલો શાંત પાડ્યો

મોરબી : અનિયમિત ચાલતા એસટી રૂટ અને ઘાટીલા પંથકની બંધ કરાયેલી બસ ચાલુ કરવા મામલે વિદ્યાર્થીઓ દ્વારા નવા બસસ્ટેન્ડે ચક્કાજામ કરાયા બાદ દોઢેક કલાકના અંતે મામલો થાળે પડતા એસટી વ્યવહાર પુનઃ શરૂ થયો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઘાટીલા, વેજલપર, આંદરણા, ખાખરેચી સહિતના રૂટ ઉપર ચાલતી બસ એસટી તંત્ર દ્વારા મનસ્વી રીતે બંધ કરી દેવામાં આવતા આ મામલે આજે વિદ્યાર્થીઓ દ્વારા મોરબીના નવા બસસ્ટેન્ડ ખાતે ચક્કાજામ કરવામાં આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો સાથે – સાથે પાલિકા પ્રમુખ કેતન વિલપરા, પાસ કન્વીનર મનોજ પનારા સહિતના આગેવાનોએ પણ વિદ્યાર્થીઓને સમજાવતા મામલો થાળે પડ્યો હતો અને દોઢેક કલાકની અફડા તફળીના અંતે એસટી વ્યવહાર પુનઃ શરૂ થયો હતો.

- text