વિયેતનામ એક્ઝિબિશનમાં મોરબીના સિરામિક ઉદ્યોગનો દબદબો

- text


હો ચી મીન શહેર ખાતે યોજાયેલ એક્ઝિબિશનમાં મોરબીની પ્રોડકટની વાહ વાહ

મોરબી : મોરબીની સિરામિક પ્રોડકટ હવે દેશના સીમાળાઓ ઓળંગી વિદેશમાં પણ ધૂમ મચાવી રહી છે ત્યારે વિયેતનામમાં હો ચી મીન શહેર ખાતે યોજાયેલ એક્ઝિબિશનમાં રજૂ થયેલ મોરબીની પ્રોડકટોથી વિદેશી ગ્રાહકો પ્રભાવિત થયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ વિયેતનામના હો ચી મીન શહેર ખાતે બિલ્ડીગ મટીરીયલ્સ અંગે એક્ઝિબિશન યોજાયું હતું જેમાં મોરબીના સિરામીક ઉધોગ દ્વારા સ્ટોલ રાખી મોરબીને વિશ્વના નકશામા આગવું સ્થાન આપવા માટે કટીબધ્ધતા સાથે હાજરી આપી હતી.

- text

વધુમાં આગામી સમયમાં મોરબી વિશ્વનું પહેલા નંબરનું કલ્સ્ટર બનાવવા માટે યુવા ઉધોગકારો વિશ્વના દરેક દેશોમા જઇ મોરબીની સિરામીક પ્રોડકટને ત્યા લઇ જવા કટીબધ્ધ છે ત્યારે આગામી સમયમા મોરબી સિરામીક ક્ષેત્રે હરણફાળ ભરીને આગળ વધશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો.

આ એક્ઝિબિશનમાં મોરબીના યુવા ઉધોગકારો સાથે મોરબી સિરામીક એસોશિએશનના હોદ્દેદારો નિલેશ જેતપરીયા(કેરાવિટ) , મુકેશભાઈ કુંડારીયા(સેગમ), વિજયભાઈ પટેલ(ફેવરિટ) સહિતના આગેવાનો પણ જોડાયેલ હતા.

વધુ ફોટા જોવા ફોટા સ્ક્રોલ કરો.

- text