હળવદ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા મામલતદારને સમક્ષ રજુઆત

- text


ખેડૂતોને પાક વીમો તેમજ નર્મદાનો પાણી આપવા ઘનશ્યામગઢના ખેડૂતોએ મામલતદાર સમક્ષ કરી માંગ

હળવદ : આજરોજ હળવદ તાલુકાના ઘનશ્યામગઢના ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ખેડૂતોને વહેલી તકે પાક વીમો ચુકવવા તેમજ નર્મદાનો પાણી આપવામાં આવે અને તાલુકામાં નહીંવત વરસાદના કારણે તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી.

હળવદ તાલુકામાં સિઝનનો માત્ર કેવા પુરતો જ વરસાદ વરસ્યો છે જેના કારણે ખેડૂતો માલધારીઓ સહિતનાઓની પરિસ્થિતિ કફોળી બની છે જયારે આવી પરિસ્થિતિ વચ્ચે આજે ઘનશ્યામગઢના ગ્રામજનો દ્વારા જે ખેડૂતોએ ર૦૧૭માં પાક વીમાનું પ્રિમિયમ ભરી દીધું હોવા છતાં પણ આજદિન સુધી પાક વીમો નહીં ચુકવાતા સાથે જ હાલ વરસાદ ખેંચાયો હોય ત્યારે ખેડૂતોને પાક બચાવવા નર્મદાનું પાણી છોડવામાં આવે તેમજ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેમ સહિતની માંગો સાથે હળવદ મામલતદાર વી.કે.સોલંકીને આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરાઈ હતી.

- text

આ તકે ગામના સરપંચ ગીતાબેન રમેશભાઈ સુરાણી, જયેશભાઈ પટેલ, સંતોષભાઈ, માવજીભાઈ પટેલ, કાનજીભાઈ પટેલ, શંકરભાઈ પટેલ, નંદાભાઈ પટેલ સહિતનાઓએ મામલતદારને રજુઆત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ માત્ર ચાર ગામોના ખેડૂતોને પાક વીમો ચુકવાયો છે જયારે તાલુકાના અન્ય ગામોના ખેડૂતોને પાક વીમો નહીં ચુકવાતા ખેડૂતોમાં ભારોભાર રોષ પ્રગટયો છે. ત્યારે રોજ બરોજ પંથકના ખેડૂતો પાક વીમાનું પ્રિમિયમ ભરી દીધું હોવા છતાં પાક વીમો ચુકવવામાં નહીં આવતા લાગતા – વળગતા અધિકારીઓને રજુઆતો કરી પાક વીમો ચુકવવા માંગ કરી રહ્યા છે.

- text