મોરબીના જેતપર ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

- text


મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને રૂ. ૧૭૮૮૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન જેતપર ગામે ગૌશાળા સામે પાનની દુકાન પાસે જાહેરમાં જુગાર રમી રહેલા (૧) જગદિશભાઇ મોહનભાઇ મકવાણા ઉવ.૩૪ (ર) હરગોવિંદભાઇ શંકરભાઇ પંડીત ઉવ.૫૦ (3) નાગજીભાઇ દાનાભાઇ પરમાર ઉવ.પ૩ અને (૪) લલિતભાઇ ત્રિકમભાઇ સંધાણી ઉવ.ર૪ તમામ રહે.જેતપર, તા.જી.મોરબી વાળાઓને કુલ રોકડા રૂ.૧૭ ૮૮૦ સાથે ઝડપી લીધા હતા.

- text

પોલીસની આ સફળ કામગીરી પીએસઆઇ એસ.એ.ગોહિલ, એ.એસ.આઇ. મહિપતસિંહ જાડેજા, પો.હેડ.કોન્સ મૂકેશભાઇ ચાવડા, પો.કોન્સ.હિતેષભાઇ ચાવડા, અમિતભાઇ વાસદડીયા, કિર્તીર્સિહ જાડેજા, જુવાનસિંહ ઝાલા, ઉજવલદાન ગઢવી, દિનેશભાઇ બાવળીયા, શક્તિસિંહ જાડેજા તથા જસપાલસિહ જાડેજા સહિતના સ્ટાફે કરી હતી.

- text