મોરબી : ડંપીંગ સાઇટ પર સૂકો ભીનો કચરો અલગ ઠાલવવાના પ્રોજેક્ટનું બાળમરણ

- text


સૂકો – ભીનો કચરો નાખવાની ટોપલીઓ જ કચરામાં

મોરબી : મોરબીમાં જનજાગૃતિના અભાવે લોકો ભીનો – સૂકો કચરો અલગ રાખવાને બદલે એક જ ટીપરવાનમાં ઠાલવી રહ્યા છે આ માટે પાલિકા તંત્ર પણ એટલું જ જવાબદાર છે કારણ કે સૂકો – ભીનો કચરો અલગ રાખવા માટેની ટોપલીઓ લોકોમાં વિતરણ કરવાને બદલે આ ટોપલીઓને પાલિકાના ટાઉનહોલમાં સંઘરી દેવામાં આવી છે.

મોરબી શહેરમાં ઘનકચરાનાં નિકાલ માટે પાલિકા દ્વારા હાલ ડોર ટૂ ડોર ટીપરવાન દોડાવી કચરો એકઠો કરવામાં આવી રહ્યો છે જેના માટે ૨૭ ટિપર વાન,ચલાવામાં આવે છે.આ ઉપરાંત ટ્રેક્ટર સહિતના વાહનો ચાલી રહ્યા છે.

મોરબી શહેરમાં દિવસ દરમિયાન આ ટિપરવાન ત્રણ – ત્રણ ટ્રીપ કરતી હોવાના દાવા વચ્ચે ડોર ટૂ ડોર ગારબેજ કલેકશન ખાનગી કોન્ટ્રકટ આપી કરવામાં આવે છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ગુજરાત સ્થાપના દિનથી પાલિકા વિસ્તારમાંથી નીકળતો કચરો એક સાથે લેવાને બદલે ભીનો કચરો અલગ અને સુકો કચરો અલગ લેવાની શરૂઆત કરાઈ હતી.

- text

પરંતુ છેલ્લા ૪ મહિના કરતા પણ વધુ સમય થવા છતાં ભીનો સુકો કચરો એકઠો કરવામાં તંત્ર નિષ્ફળ ગયું છે.જાગૃતિના અભાવે લોકો ઘરમાં એક જ કચરા પેટી રાખે છે અને ભીનો સુકો કચરો એક માં જ મિક્સ કરે છે અને ટિપર વાનમાં નાખી દે છે. તંત્ર દ્વારા એવા પણ દાવા કરાયા છે કે પેમ્પલેટ,હોર્ડિંગ,શેરી ગલીઓમાં સાઉન્ડ સીસ્ટમ દ્વારા લોકોમાં જાગૃતતા લાવવા પ્રયત્ન કરવા છતાં ઘરમાં મહિલાઓ કચરો અલગ રાખવામાં માનતા નથી.

નોંધનીય છે કે સ્લમ વિસ્તાર તો દૂરની વાત છે પરંતુ શિક્ષિત અને સમજદાર કહેવાતા વિસ્તારમાં પણ કોઈ ફર્ક પડ્યો નથી ઉપરાંત કેટલાક વિસ્તાર તો એવા છે કે જ્યાં પશુઓના મળ પણ ટીપરવાનમાં ઠાલવવામાં આવે છે જો નાં પાડે તો લોકોના ગુસ્સાનો સામનો કરવો પડતા હોવાનું ટિપરવાનના ડ્રાઈવરે જણાવી રહ્યા છે.

આમ, મોરબી શહેરમાં ભીના – સુકા કચરા અલગ અલગ એકઠા કરવાની કામગીરીમાં જન જાગૃતિના અભાવે પાલિકા તંત્ર સંદતર નિષ્ફળ ગયું હોવાનું સામે આવ્યું છે.

- text