મોરબીની વિનય ઇનટરનેશનલ સ્કૂલનો રાજ્ય કક્ષાની સ્પીડબોલ સ્પર્ધામાં ડંકો

- text


સ્કૂલના ૧૬ વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન તેમજ ૧૬ વિદ્યાર્થીઓએ દ્વિતીય સ્થાન મેળવી સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું

મોરબી : રમત-ગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત રાજ્યકક્ષાની ની સ્પીડબોલ અંડર ૧૪ વર્ષ અને અંડર ૧૭ વર્ષ ની ભાઈઓ તથા બહેનો ની સ્પર્ધા અમદાવાદના જેતલસર ગામે યોજાઈ હતી જેમાં ગુજરાતભરના ૨૨ જીલ્લા એ ભાગ લીધેલો હતો. રાજ્યકક્ષાની આ સ્પર્ધા માં વિનય ઇનટરનેશનલ સ્કૂલ ના ૩૨ વિધાર્થીએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને સમગ્ર ગુજરાત માં મોરબીનો ડંકો વગાડયો છે. સ્પીડબોલ સ્પર્ધામાં વિનય ઇનટરનેશનલ સ્કૂલના અંડર ૧૪ માં કુલ ૧૬ વિધાર્થીમાંથી ૮ ભાઈઓ અને ૮ બહેનો તમામે રાજ્યમાં પ્રથમ સ્થાન અને અંડર ૧૭ વર્ષ માં કુલ ૧૬ વિધાર્થીમાંથી ભાઈઓમાં કુલ ૮ માંથી ૮ વિધાર્થીએ દ્રિતીય સ્થાન અને બહેનોમાં પ્રથમ સ્થાન અને ૨ વિધાર્થીએ દ્રિતીય સ્થાન પ્રાપ્ત કરીને શાળા અને મોરબી જીલ્લાનું ગૌરવ વધારેલ છે. આ સ્પર્ધામાં પ્રથમ સ્થાને આવેલ બધા ખેલાડીઓ નેશનલ કક્ષા એ ગુજરાત નું પ્રતિનિધિ કરશે.

- text

ખેલાડીઓ ના ઉત્કૃષ્ટ દેખાવ માટે તેમના સ્પોર્ટ્સ શિક્ષક મનીષભાઈ અગ્રાવત, પરેશભાઈ ચાંક અને મુસ્તાકભાઈ સુમરા એ ભરી જહેમત ઉઠાવી હતી. વિધાર્થી તથા તેમના સ્પોર્ટ્સ શિક્ષક ની જ્વલંત સિદ્ધિ બદલ સ્કૂલ ના ટ્રસ્ટી, આચાર્ય અને શિક્ષકગણે અભિનંદન પાઠવ્યા હતા.

- text