મોરબી સિવિલમાં ડોક્ટરોના અભાવ વચ્ચે મીની નિદાન કેમ્પ યોજાયો !

- text


શતમ જીવ શરદ જેવા રૂપકડા નામે યોજયેલ કેમ્પમાં પોલ ખુલી

મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં ડોકટરોની તીવ્ર અછત વચ્ચે આજે શતમ જીવ: શરદ જેવા રૂપકડા નામે નિદાન કેમ્પ યોજાયો હતો પરંતુ ડોકટરોને અભાવે કેમ્પમાં આવનાર દર્દીઓને મુશ્કેલી પડી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સિવીલ હોસ્પિટલમાં આજરોજ શતમ જીવમ શરદ નામથી સર્વરોગ નિદાન કેમ્પ જિલ્લા એનસીડી સેલ, અને જિલ્લા હોસ્પિટલ ઉપકમ્ર રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટ્યા હતા પરંતુ દર્દીનું નિદાન કરવા વાળાની કમી ઉડીને આખે વળગી હતી.

- text

વધુમાં આ નિદાન કેમ્પમાં કોઈ નિષ્ણાત તબીબો હોસ્પિટલમાં ન હોવાથી એક જ તબીબ ના હવાલે આ કેમ્પ યોજાયો હતો. જેના કારણે બહારગામ થી આવનાર અનેક દર્દીઓ હેરાન થયા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા એકમાસ થી એનસીડી કલીનીકમાં મેડીકલ ઓફિસર અને કાઉન્સિલર ન હોવાથી બધો વહીવટ ચાર્જ માં ચાલી રહ્યો છે અને દર્દીઓ બાપડા બિચારા બન્યા છે.

- text