મોરબીમાં મિશ્ર વાતાવરણને કારણે વાયરલ ઈન્ફેકશનમાં ઉછાળો

- text


સરકારી અને ખાનગી હોસ્પિટલો સામાન્ય તાવ, શરદી અને ઉધરસના દર્દીઓથી ઉભરાઈ

મોરબી : મોરબીમા મિશ્ર વાતાવરણને કારણે વાયરલ ઇન્ફેક્શનમાં ભારે ઉછાળો આવ્યો છે. જેના કારણે સિવિલ હોસ્પિટલમાં સામાન્ય તાવ, શરદી અને ઉધરસના દરરોજ આશરે ૩૦૦ થી ૪૦૦ દર્દીઓ નોંધાઇ છે. ઉપરાંત શહેરની નાની મોટી ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે.

મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી મિશ્ર વાતાવરણ સર્જાયું છે. બેવડા વાતાવરણની અસરથી લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી રહી છે. જેના કારણે ઘણા લોકો સામાન્ય રોગોનો શિકાર બન્યા છે. જેથી દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે. જિલ્લા કક્ષાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના ડોકટરના જણાવ્યા મુજબ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી સામાન્ય રોગોથી પીડાતા દર્દીઓમાં ઉતરોતર વધારો થયો છે. દરરોજ તાવ, શરદી, ઉધરસ, ઝાડા-ઉલ્ટીના આશરે ૩૦૦ થી ૪૦૦ જેટલા દર્દીઓ નોંધાઇ છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે આ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની કમી છે. તેથી હાજર ડોક્ટરો પર કામગીરીનું ભારણ વધે છે. પરિણામે દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે. જો કે સરકારી હોસ્પિટલ કરતા ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો આંક વધુ છે. શહેરની નાની મોટી ખાનગી હોસ્પિટલો તાવ, શરદી અને ઉધરસ જેવી વાયરલ બીમારી ધરાવતા દર્દીઓથી ઉભરાઈ રહી છે. આ વાયરલ ઈન્ફેકશન દિન પ્રતિદિન વધતું જી રહ્યું હોવાથી આરોગ્ય તંત્ર વહેલી તકે પગલાં લે તેવી માંગ ઉઠી છે.

- text