હળવદના સુખપર ખાતે સૌરાષ્ટ્રના પ્રથમ રેલવે યાર્ડનો બુધવારથી શુભારંભ

- text


સુખપર પાસે નવનિર્મિત રેલવે યાર્ડને બુધવારે લીલીઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવશે : મુખ્ય અતિથિ તરીકે હળવદ, મોરબીના ધારાસભ્ય ઉપસ્થિત રહેશે

હળવદ : ગુજરાત રાજયમાં સૌરાષ્ટ્રનું પ્રથમ રેલવે યાર્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું આવતીકાલે બુધવારે હળવદના સુખપર પાસે નવનિર્મિત રેલવે યાર્ડને લીલીઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવશે. આ રેલવે યાર્ડ પરથી દેશભરના મેટ્રો સીટીમાં વિવિધ જનરલ ગુડ્‌સ દ્વારા ટ્રાન્સપોર્ટશનો ઉદ્યોગ ધબકતો થશે જેની શરૂઆત આવતીકાલ બુધવારથી થનાર હોવાથી ટ્રાન્સપોર્ટરો આ યાર્ડ મારફતે માલ-સામાનનું પરિવહન સુરક્ષા અને સુવિધા સાથે કરી શકશે.

- text

હળવદના સુખપર ખાતે નવનિર્માણ પામેલ રેલવે યાર્ડનું શુભારંભ કરવામાં આવશે. જેમાં ડિવીઝનલ રેલવે મેનેજર દિનેશકુમારના હસ્તે વિધિવત રીતે કોલકાતાની ગુડ્‌સ ટ્રેનને લીલીઝંડી આપવામાં આવશે. સુખપર રેલવે યાર્ડ પરથી દેશભરના મેટ્રો સીટી કોલકાતા, પટના, બેંગ્લોર, કાનપુર, હૈદરાબાદ સહિતના શહેરોમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઉપલબ્ધ બનશે. જેમાં ટ્રાન્સપોર્ટના ઉદ્યોગ સાથે સંકળયેલા ઉદ્યોગકારોને માલ- સામાનનું પરિવહન કરવા રાજયમાં માળખાગત સુવિધાઓને આ રેલવે યાર્ડ દ્વારા વેગ મળશે. રેલવે યાર્ડના શુભારંભ પ્રસંગે ધારાસભ્ય પરસોતમ સાબરીયા, મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા સહિત ચીફ જનરલ મેનેજર પ્રનાઈ પ્રભાકર અને રેલવે કર્મચારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિતમાં રહેશે તો સાથોસાથ આ કાર્યક્રમમાં ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળેલા વેપારીઓ પણ હાજર રહેશે તેમજ કોનકોર દ્વારા આવતીકાલે યોજાનાર સમગ્ર કાર્યક્રમની તડામાર તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યું છે.

- text