સીરામીક ફેક્ટરીમાં યુવકે ગળેફાંસો ખાધો : પરિવારજનોએ શંકા વ્યક્ત કરતા એફએસએલના અધિકારીને બોલાવાયા

- text


એફએસએલના અધિકારી આવ્યા બાદ યુવકની લાશને ઉતારી પીએમ માટે મોકલાઈ

મોરબી : મોરબીના બેલા – પીપળી ગામ નજીક આવેલ એક સીરામીક ફેક્ટરીમાં રસોઈ કામ કરતા સાબરકાંઠાના એક યુવકે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં પોલિસ ઘટના સ્થળે દોડી ગઈ હતી પરંતુ યુવકના પરિવારજનોએ શંકા વ્યક્ત કરતા પોલીસે પ્રથમ એફએસએલના અધિકારીને બોલાવી ત્યાર બાદ યુવક્ની લાશને ઉતારી પીએમ માટે મોકલી આપ્યો હતો. આ અંગે પોલીસે જણાવ્યું હતુંકે પ્રથમ દ્રષ્ટિએ બનાવ આપઘાતનો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

- text

બનાવની મળતી વિગત મુજબ મોરબીના જેતપર રોડ પર આવે ઇટાલીકો સીરામીકમાં રસોઈ કામ કરતા બનાસકાંઠાનાં શાંતિભાઈ રાયસિંગ ભાઈ ગોરમાએ મંગળવારનાં સવારે કોઈ કારણસર ફેકટરીમાં પંખા સાથે લટકી જઈ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઓફિસમાં સફાઈ કરવા આવેલ અન્ય.કર્મીએ લાશ જોઈ ડઘાઈ ગયો હતો અને તેને સીરામીકનાં માલિકને જાણ કરી હતી. ઘટના બાદ તાલુકા પોલીસ ઘટનાં સ્થળે દોડી ગઈ હતી. પરંતુ યુવકના પરિવારજનોએ બનાવ અને આપઘાત અંગે શંકા વ્યક્ત કરી હત્યાની આશંકા વ્યક્ત કરી યુવકની લાશ ઉતારતા પેહલા હત્યાનો ગુનો દાખલ કરવા અંગે પોલીસને રજૂઆત કરી હતી. જેથી યુવકની લાશને પીએમ માટે મોકલતા પેહલા એફએસએલના અધિકારીને બોલાવી સ્થળ તપાસ કરાવી હતી. એફએસએલ અધિકારીની સ્થળ તપાસમાં બનાવ પ્રથમ દ્રષ્ટિએ આપઘાતનું હોવાનું જણાવતા અંતે મોડી સાંજે યુવકના પરિવારજનો પીએમ માટે સમંત થતા મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડાયો હતો. બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે બનાવ પ્રાથમિક દ્રષ્ટિએ આપઘાતનો છે તેમ છતાં પીએમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

 

- text