મોરબી : મહિલાના ગળામાંથી ચેનની ચીલ ઝડપ કરનાર બંને શખ્સો ઝડપાયા

- text


ચેઈન સ્નેચિંગનો ગુન્હો એક જ દિવસમાં ડીટેકટ : મહિલાના ગળામાંથી ચેનની ચીલ ઝડપ કરનાર આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ

મોરબી : ગઇ કાલ તા. રપ/૦૮/ર૦૧૮ ના રોજ રક્ષાબંધનના તહેવાર નિમિતે પોરબંદરથી ફરીયાદી રીનાબેન તુલશીભાઇ ભવાનભાઇ ધરસંડીયા ઉ.વ. ૪૮ વાળા તેમના પતિ તથા પુત્ર સાથે મોરબી કન્યા છાત્રાલય રોડ ચીત્રકુટ ચોકમાં રહેતા તેમના દીયર પ્રવિણભાઇ ભવાનભાઇ ધરસંડીયાના ઘરે આવેલ હતા અને આજે સાંજના ચારેક વાગ્યે ફરીયાદી તથા તેમની દેરાણી ચંદ્રીકાબેન સાથે બજારમાં ખરીદી કરવા ગયેલ અને ખરીદી કરી પરત ચીત્રકુટ સોસાયટી તરફ જતા હતા ત્યારે GIDC મેઇન રોડ સંસ્કાર બ્લડ બેંન્કની સામે રોડ ક્રોસ કરતી વખતે તેમની પાછળથી અચાનક જ મોટર સાયકલ પર બે અજાણ્યા માણસો આવી ફરીયાદીએ ગળામાં પહેરેલો દોઢ તોલાનો કિ. રૂ. ૩૫૦૦૦/- નો સોનાનો ચેઇન બળપૂર્વક ઝુંટવી લઇ નાસી ગયેલ હતા અને ફરીયાદીએ તરત જ તેમના પતિ તથા દીયરને જાણ કરતાં તેઓ આવી ગયેલ અને પોલીસને તાત્કાલીક જાણ કરેલ હતી.મોરબી શહેરમાં ઘણા સમય પછી ચેઇન સ્નેચીંગનો બનાવની જાણ થતાં જ તાત્કાલીક પોલીસ અધિક્ષકશ્રી ડો. કરણરાજ વાઘેલા સા. તથા મોરબી વિભાગના ના.પો.અધિ. શ્રી બન્નો જોષી સા.નાઓએ એ ડીવીજન પી.આઇ. ને આરોપી તથા મુદામાલ તાત્કાલીક પકડી પાડવા સુચના તથા માર્ગદર્શન આપેલ. જે અન્વયે એ ડીવી. PI R J Chaudhary, મહીલા, પો.સ્ટે.ના PSI અર્ચના રાવલ, ડી સ્ટાફ PSI M V Patel, PSI C H Shukla વિગેરે શહેર વિસ્તારમાં બંદોબસ્તમાં હાજર હોય જેથી તાત્કાલીક બનાવ સ્થળ ઉપર પહોંચી ફરીયાદી પાસેથી આરોપીઓનું વર્ણન મેળવી એ ડીવીજન ખાતે આવેલ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ સી.સી.ટી.વી. પ્રોજેકટ રૂમમાં વર્ણન મુજબના આરોપીઓને ટ્રેસ કરતાં કેમેરામાં કેદ થઇ ગયા હતા જે તેમનો ફોટો તાત્કાલીક પોલીસના વોટસએપ ગ્રુપમાં સરકયુલેટ કરી આરોપીઓની ઓળખ મેળવવા તજવીજ કરેલ હતી અને એ ડીવી. ડી સ્ટાફના કોનસ્ટેબલ નિર્મળસિંહ જાડેજા એ સદરહુ આરોપીઓ નીચે જણાવવેલ નામ વાળા હોવાની શંકા દર્શાવી હતી, જેના અનુસંધાને આજ રોજ શનાળા રોડ પર મુરલીધર હોટલ પાસે ભક્તિનગર સર્કલ નજીક ઉપરોક્ત વર્ણનવાળા આરોપીઓ બનાવ સમયે વાપરેલ મોટર સાયકલ પર પસાર થતા હતા ત્યારે તેમને રોકીને ચેક કરી વેરીફાઇ કરતાં તેઓ ગઇ કાલે ઉપરોકત બનાવના આરોપીઓ હોવાનું જણાઇ આવેલ અને તેઓની ઝડતી તપાસ કરતાં મુદામાલ સોનાનો ચેઇન તેમની પાસે મળી આવેલ હતો અને તેમની આ બાબતે યોગ્ય રીતે પુછપરછ કરતાં તેઓએ ગઇ કાલે ઉપર જણાવ્યા મુજબની હકીકતે ચેઇન ઝુંટવેલ હતો તેમ જણાવેલ. જેથી બન્ને ઇસમની મુદામાલ સાથે ધરપકડ કરી ગુન્હામાં વાપરેલ મોટરસાયકલ જપ્ત કરવામાં આવેલ છે.

- text

આરોપીના નામઃ
(૧) કમલેશ બાબુભાઇ કુંઢીયા, ઉ.વ. ૨૪ રહે. મોરબી-ર, કુળદેવી પાન પાછળ મફતીયા પરા, મોરબી.
(ર) પપ્પીભાઇ નાગજીભાઇ વીકાણી, .ઉ.વ. ર૦, રહે. મોરબી, શકત શનાળા, મોરલીધર હોટલ પાછળ વાળી શેરીમાં.

આરોપીઓનો ગુન્હાહિત ઇતિહાસઃ
આરોપી નં. ૧ઃ કમલેશ બાબુભાઇ કુંઢીયા,
• અગાઉ એ ડીવીજન વિસ્તારમાં સુપર ટોકિઝ પાસે એસ.ટી. ડ્રાઇવરને છરી મારવાનો ગુન્હામાં પકડાયેલ છે.
• અગાઉ એ ડીવીજન પો.સ્ટે.ના દાઉદી પ્લોટ વિસ્તારમાં છરી મારી ઇ.પી.કો. ૩૦૭ મુજબના ગુન્હામાં પકડાયેલ છે.
• દારૂ પીવાના ગુન્હામાં પણ અગાઉ પકડાયેલ છે.

આરોપી નં. ૨ઃ પપ્પીભાઇ નાગજીભાઇ વીકાણી

• અગાઉ જામનગરના બી ડીવીજન પો.સ્ટે. ના મારામારીના ગુન્હામાં પકડાયેલ છે.
• અત્રેના એ ડીવીજન પો.સ્ટે. માં દારૂ પિવાના ગુન્હામાં પકડાયેલ છે.

ચેઈન સ્નેચિંગનો ગુન્હો એક જ દિવસમાં ડીટેકટ કરવા માટે એ ડીવી. PI R J Chaudhary, મહીલા પો.સ્ટે.ના PSI અર્ચના રાવલ તથા તેમની સાથે બંદોબસ્તમાં રહેલ સ્ટાફ, એ ડીવી. ડી સ્ટાફ PSI M V Patel, PC જયપાલભાઇ લાવડીયા, PC નિર્મળસિંહ જાડેજા, HC કિશોરભાઇ મિયાત્રા, PC ભરતભાઇ ખાંભરા, PC શક્તિસિંહ ઝાલા, PC રણજિતસિંહ ગઢવી., ડ્રા. PC દિનેશભાઇ ધ્રાંગા સહિતના સ્ટાફે ભારે જેહમત ઉઠાવી હતી.

 

- text