મોરબી જિલ્લા ક્રાઇમ ડાયરી (26-08-2018)

- text


1) હળવદના ધનાળા ગામે જુગાર રમતા ૧૦ પકડાયા : પોલીસે રૂ. ૯૨ હજારની રોકડ મળી કુલ રૂ.૨.૯૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

હળવદ : હળવદના ધનાળા ગામની સીમમાં જુગાર રમતા ૧૦ શખ્સોને પોલીસે રોકડ રૂ ૯૨ હજાર મળીને કુલ રૂ. ૨.૯૦ લાખના મુદામાલ સાથે ઝડપી પાડયા છે. પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ તાલુકાના ધનાળા ગામની સીમમાં જુગાર રમતા મહેન્દ્રભાઇ મગનભાઇ ભોરણીયા, દેવજીભાઇ કાળુભાઇ ગોરીયા, જગદીશભાઇ અવચરભાઇ કોડીયા, દિલીપભાઇ રસીકભાઇ જાખણીયા, પ્રવિણભાઇ સવજીભાઇ ભોરણીયા,વાસુદેવભાઇ મોહનભાઇ એરવાડીયા, ચંદુલાલ લાભશંકર જોષી, ઘોઘાભાઇ સુંદરભાઇ મેણીયા અને ભીખાભાઇ શંકરભાઇ પટેલને પોલીસે ઝડપી પાડ્યા છે. આ સાથે પોલીસે રોકડા રૂપીયા-૯૨૦૦૦મોટર સાઇકલ નંગ-૦૧, કિ.રૂ.૨૦,૦૦૦ફોર વ્હીલ ગાડી નંગ-૧કિ.રૂા.૧,૫૦,૦,૦૦ મોબાઇલ નંગ-૦૬, કિ.રૂ.૨૮,૦૦૦ મળી કુલ રૂ.૨,૯૦,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે.

2) ટંકારા ગામે નદીના પટમાં જુગાર રમતા ચાર ઝડપાયા
ટંકારા : ટંકારા ગામે નદીના પટમાં જુગાર રમતા (૧) નવઘણ ઉર્ફે મુન્નો બચુભાઇ ડાભી, ઉ.વ.૩૫ (૨) કાળુભાઇ જેરામભાઇ સલાણી, ઉ.વ.૪૫ (૩) જીગ્નેશ ઉર્ફે ગડો કાળુભાઇ ઉઘરેજા, ઉ.વ.૩૬ અને (૪) દેવજીભાઇ ઉર્ફે બાબુભાઇ રામજીભાઇ દંતેસરીયા, ઉ.વ. ૫૨ વાળાઓને પોલીસે રોકડ રૂ. ૬૮૦૦ સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે ગુન્હો નોંધ્યો હતો.

3) વાંકાનેરના વિરપરમાં જુગાર દરોડો: બે ઝડપાયા, ચાર નાસી છૂટ્યા
વાંકાનેર : વાંકાનેરના વિરપર ગામે પોલીસે જુગાર દરોડો પાડતા (૧) માવજીભાઇ સોમાભાઇ ડાંગરોચા ઉવ ૩૦ (ર) બુટાભાઇ મેરાભાઇ દેકાવડીયા ઉવ ૨૪ પકડાઈ ગયા હતા જ્યારે (૩) સાદુરભાઇ હરજીભાઇ કુકાવા ઉવ (૪) ભરતભાઇ વશરામભાઇ દેકાવડીયા કોળી .વ ૩૫ (૫) દેવજીભાઇ મેરાભાઇ દેકાવડીયા કોળી ઉવ ૨૦(૬) ભાવેશભાઇ પ્રેમજીભાઇ દેકાવડીયા કોળી ઉવ ૨૮ રહે. બધા વીરપર તા. વાંકાનેરવાળા નાસી છૂટતા પોલીસે રૂ.૧૦૧૦૦ ની રોકડ કબ્જે કરી નાસી છૂટેલા આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.

4) લજાઈ નજીક કારખાનાની ઓરડીમાં યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત
ટંકારા : ટંકારાના લજાઈ ગામ પાસે આવેલા કારખાનાની ઓરડીમાં એક યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત થતી વિગત મુજબ લજાઇ ગામ પાસે આવેલ વાસણ ઉત્પાદન કારખાનાની ઓરડીમાં અરુણ મનોજભાઈ પરમાર ઉ.વ. ૧૮એ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ મામલે ટંકારા પોલીસે નોંધ કરી યુવાનના આપઘાત પાછળનું કારણ શોધવા તપાસ હાથ ધરી છે.

5) મોરબીના નવી ટીંબળી નજીક યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
મોરબી : મોરબીના નવી ટીંબળી ગામ પાસે રહેતા એક યુવકે ઘરે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના નવી ટીંબળી ગામના પાટિયા પાસે રહેતા વિપુલ અવચરભાઈ આદ્રોજાએ પોતાના ઘરે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આ મામલે બી ડિવિઝન પોલીસે નોંધ કરીને યુવકના આપઘાત પાછળનું કારણ શોધવા તપાસ હાથ ધરી છે.

6) મોરબીના ગોર ખીજડિયામાં શેઢા તકરારમાં ખૂની હુમલો
મોરબી : મોરબી તાલુકાના ગોરખીજડિયા ગામે રહેતા સતવારા પ્રૌઢને નીંદેલુ ઘાસ ફેકવાની શેઢા તકરારમાં પડોશી વાડી માલિકે માથામાં સરિયો ફટકારી હેમરેજ કરી નાખતા પોલીસે ખૂની હુમલા મામલે ગુન્હો નોંધી હુમલાખોરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ગોર ખીજડિયા ગામે રહેતા અને વનાળિયા ગામની સીમમાં વાડી ધરાવતા વીરજીભાઇ પોપટભાઇ કંઝારીયા ઉ.વ-૫૫ ને શેઢા પાડોશી શૈલેષભાઇ ઉર્ફે મુળજીભાઇ બચુભાઇ કંઝારીયા સતવારા રહે.ગોરખીજડીયા તા.જી મોરબીવાળાએ અમારા શેઢામાં કેમ નીંદેલુ ઘાસ કેમ ફેંક્યું કહી માથામાં લોખંડનો સરિયો ફટકારી દેતા વીરજીભાઇ પોપટભાઇ કંઝારીયાને હેમરેજ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વધુમા આ મામલે વિરજીભાઈના પુત્ર અનીલભાઈ વીરજીભાઈ કંઝારીયા જાતે . સતવારા ઉવ.૨૮ ધંધો. ખેતી તથા મજુરી કામ રહે. ગોરખીજડીયા સરપંચવાળી શેરીમાં તા.જી. મોરબી વાળાએ આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે હુમલાખોર વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

7) વાંકાનેરના ઓળ ગામે ત્રણ શકુની પકડાયા
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઓળ ગામે પોલીસે (૧) મનસુખભાઇ અરજણભાઇ વીંજવાડીયા ઉવ ૩૩ (ર) હરજીવનભાઇ અરજણભાઇ વીંજવાડીયા કોળી ઉવ ૨૬ અને (૩) મેરાભાઇ કરશનભાઇ કુનતીયા કોળી ઉવ ૨૧ રહે. ત્રણેય ઓળ તા. વાંકાનેર વાળાને જુગાર રમતા ઝડપી લઈ રૂપિયા ૧૧૦૨૦ કબ્જે લઈ જુગારધારા અન્વયે ગુન્હો નોંધ્યો હતો.

8) વાંકાનેરના દેવીપૂજક વાસમાંથી છ જુગારી ઝડપાયા
વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે દેવીપૂજક વાસમાં દરોડો પાડી જુગાર રમી રહેલા (૧) યોગેશભાઇ રમેશભાઇ કડેવાર ઉ.વ ૨૧ (૨) પ્રભુભાઇ ભીમાભાઇ કડેવાર ઉ.વ ૪૫ (૩) પ્રકાશભાઇ નજીભાઇ કડેવાર ઉ.વ ૨૧ (૪) અશોકભાઇ કેશુભાઇ કડેવાર ઉ.વ ૩૨ (૫) નરેશભાઇ જયંતીભાઇ કડેવાર ઉ.વ ૩૦ અને (૬) મનસુખભાઇ ટીડાભાઇ ચારોલીયા ઉ.વ ૩૫ રહે.બધા દેલવાડીયા સાહેબના દવાખાના પાસે વાંકાનેર વાળાઓને રોકડા રૂ.૧૦,૪૪૦ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

9) મોરબી નવી કલેકટર કચેરી પાછળ જુગાર રમતા ચાર ઝડપાયા : પોલીસે રૂપિયા ૩.૮૮ લાખની રોકડ કબ્જે કરી
મોરબી : મોરબીના ચાર નબીરાઓએ નવી કલેકટર કચેરી પાછળ એક કોમ્પ્લેક્સમાં જુગાર માંડ્યો હોવાની બાતમી મળતા બી ડિવિઝન પોલીસે દરોડો પાડી રૂપિયા ૩.૮૮ લાખની રોકડ સાથે ઝડપી લીધા હતા. જાણવા મળ્યા મુજબ મોરબી નવી કલેકટર કચેરી પાછળ આવેલ પાશ્વનાથ કોમ્પ્લેક્સમાં પહેલા માળે જુગાર રમાતો હોવાની બાતમી મળતા બી – ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે (૧)કપિલભાઇ જોટાણી (૨) તરૂણભાઇ જોટાણી (૩)દિપકભાઇ વિડજા તથા (૪)ચેતનભાઇ અઘારાને રોકડા રૂ ૩,૮૮,૦૦૦ સાથે ઝડપી લીધા હતા. ઉલ્લેખનીય છે કે આટલી મોટી રકમ સાથે હળવદ અને મોરબીના નબીરા ઝડપાઇ જતા પોલીસ ઉપર પણ ભારે દબાણ આવ્યાનું સૂત્રો જણાવી રહ્યા છે.

10) મોરબીના રફાળેશ્વરમાં જુગાર રમતા સાત પકડાયા
મોરબી : મોરબી તાલુકા પોલીસે રફાળેશ્વર ગામે દરોડો પાડી (૧) રમેશભાઇ વેલાભાઇ રાણગા (૨) હરેશભાઇ કરશનભાઇ ચાવડા (૩) વિજયભાઇ ધીરૂભાઇ ચૌહાણ (૪) ચતુરભાઇ લાલજીભાઇ સતાપરા (૫) ભગવાનજીભાઇ મનસુખભાઇ કણસાગરા (૬) મકાભાઇ છેલાભાઇ રાણગા (૭) કાનાભાઇ કુકાભાઇ ગમારા નામના આરોપીઓને ઝડપી લઈ રોકડા રૂ. ૨૫૧૪૦ કબ્જે કરી ગુન્હો નોંધ્યો હતો.

11) હળવદના ઘનશ્યામપુર ગામે બે બાઇક સામે સામે અથડાતા એકનું મોત
હળવદ : હળવદના ઘનશ્યામપુર ગામ નજીક બે બાઇક સામ સામે અથડાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ હળવદના ઘનશ્યામપુર નજીક ગોળાઈમાં જાલાભાઈ લાલાભાઈ મુંધવા જાતે ભરવાડ ઉ.વ ૪૪ ના બાઇક સાથે વશરામભાઈ જાલાભાઈ મુંધવા રહે.પલાસણ ગામ તા.હળવદ જી.મોરબી વાળાએ પોતાના હવાલા વાળુ મોટરસાયકલ પુર ઝડપે ગફલત ભરી રીતે અને બેદરકારીથી ચલાવી સ્ટેંરીંગપરનો કાબુ ગુમાવી દેતા બાબુભાઈને હડફેટ લેતા મરણ ગયેલ હતા અને ફરીયાદીના ભત્રીજાને શરીરે સામાન્ય છોલ છાલ જેવી ઈજાઓ કરતા આ મામલે ગુન્હો નોંધાયો હતો.

- text