મોરબી : હરિપર કેરાળા નજીક ડમ્પર પાછળ બાઈક ઘુસી જતા એકનું મોત

- text


કચ્છથી બાઈક પર આવતા પતિ, પત્ની અને પુત્રને નડ્યો અકસ્માત : પતિનું મોત, પત્ની અને પુત્રને ગંભીર ઈજા

મોરબી : કચ્છથી બાઈક પર આવતા પતિ, પત્ની અને પુત્રને હરિપર કેરળા નજીક અકસ્માત નડ્યો હતો. બાઈક ડમ્પર પાછળ ઘુસી જતા પતિનું મોત નીપજ્યું હતું. જ્યારે પત્ની અને પુત્રને ઈજાઓ પહોંચી હતી.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના હરિપર કેરાળા અને ભરતનગર વચ્ચે ડમ્પર પાછળ બાઈક ઘુસી ગયુ હતું. જેમાં રાકેશભાઈ સોમાભાઈ રાવલ ઉ.વ.૨૮નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અનિતાબેન રાકેશભાઈ રાવલ અને ઓમ રાકેશભાઈ રાવલને ગંભીર ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બાઈક ચાલક તેમની પત્ની અને પુત્ર સાથે કચ્છ તરફથી આવતા હતા. તે વેળાએ સર્જાયેલા આ ગંભીર અકસ્માતમાં બાઈકચાલક પતિનું મોત નિપજતા ચકચાર ફેલાઈ જવા પામી છે.

- text