મોરબીના વાઘપરમાં જુગાર દરોડો : ૬ ઝડપાયા

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન વાઘપર ગામે ચાલતી જુગાર કલબ ઝડપી લઈ છ જુગારીઓને ઝડપી લીધા હતા.

મોરબી તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા ગઈકાલે પેટ્રોલીંગ દરમ્યાન મોરબી તાલુકાના વાઘપર ગામે ભરતભાઇ રામજીભાઇ કડીવારના રહેણાંક મકાન બહારના ભાગે શેરીમાં જાહેરમાં સ્ટ્રીટલાઇટના અંજવાળે ગંજીપતાના પાના તથા પૈસા વડે હારજીતનો તીનપતીનો જુગાર રમાતા (૧)મનસુખભાઇ ચતુરભાઇ કડીવાર (૨) ભરતભાઇ ગાંડુભાઇ કડીવાર(૩) જેશીંગભાઇ જશાભાઇ રાઠોડ (૪) કેશવજીભાઇ વિઠલભાઇ કડીવાર (૫) દુર્લભજીભાઇ ઠાકરશીભાઇ કડીવાર અને (૬) મનસુખભાઇ કુરજીભાઇ કડીવાર, રહે.તમામ વજેપર ગામ તા.જી.મોરબી ૨હે.તમામ મોરબી વાળાઓને જુગાર રમતા ઝડપી લઈ.૧૮,૧૫૦ રોકડ રકમ જપ્ત કરી જુગારધારા અન્વયે કેસ નોંધ્યો હતો.

- text

દરોડાની આ સફળ કામગીરી પીએસઆઇ એસ.એ.ગોહિલ, એએસઆઈ મહિપતસિંહ જાડેજા, પો.હેડ.કોન્સ. મુકેશભાઇ ચાવડા પો.કોન્સ. અશોકભાઇ ખાંભરા, અમિતભાઇ વાસદડીયા, કિર્તીસિંહ જાડેજા, જુવાનર્સિહ ઝાલા, દિનેશભાઇ બાવળીયા, ઉજવલદાન ગઢવી તથા અરવિંદભાઇ મકવાણાએ કરી હતી.

 

- text