મોરબીમાં દોઢ કલાકમાં ૧૦૦૦ તુલસીના રોપનું વિતરણ

- text


મોરબી અપડેટ, મયુર નેચર કલબ, પ્રેસ કલબ, વનવિભાગ ટંકારા અને લાયન્સ કલબ દ્વારા રોપા વિતરણ

મોરબી : આજરોજ મોરબી ખાતે આરોગ્ય માટે અતિ ઉપયોગી અને પવિત્ર ગણાતા તુલસીના રોપનું જુદી -જુદી સંસ્થા દ્વારા વિતરણ કરતા ફક્ત દોઢ જ કલાકમાં ૧૦૦૦ તુલસીના રોપનું વિતરણ કરાયું હતું.

- text

મોરબીમાં મેઘમહેર થતા આજે મોરબી અપડેટ, મયુર નેચર કલબ, પ્રેસ કલબ, વનવિભાગ ટંકારા અને લાયન્સકલબ દ્વારા તુલસીના રોપનું વિતરણ કરવામાં આવતા પ્રકૃતિપ્રેમીઓએ રીતસરની કતારો લગાવી બહુ ગુણકારી તુલસીના રોપ મેળવ્યા હતા અને દોઢ કલાકના સમયગાળામાં ૧૦૦૦ તુલસીના રોપનું વિતરણ કરાયું હતું.

- text