મોરબી કંડલા બાયપાસ ઉપર એસિડ ભરેલુ ટેન્કર પલ્ટી ગયું

- text


વહેલી સવારની ઘટના : ટેન્કરમાં જલદ એસિડ ભર્યું હોવાથી ફાયરની ટીમ મેદાને

મોરબી : મોરબીના કંડલા બાયપાસ ઉપર નવલખી ફાટક પાસે આજે સવારે જલદ એસિડ ભરેલું ટેન્કર પલટી મારી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો અને જલદ એસિડને કારણે રોડની વચ્ચોવચ્ચ પડેલા ટેન્કરને હટાવવા ફાયર બ્રિગેડની ટીમને મેદાને આવવું પડ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી કંડલા નવલખી હાઇવે ઉપર આજે વહેલી સવારમાં કંડલાથી જલદ એસિડ ભરીને આવી રહેલું ટેન્કર નવલખી ફાટક પાસે પલટી જતા માર્ગ ઉપર એસિડ ફેલાઈ ગયુ હતું.

- text

જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાન હાની થઈ નથી ઉપરાંત જ્યાં ટેન્કર પલટી ગયું છે ત્યાં આજુબાજુમાં વાડી ખેતર ન હોવાથી નુકશાન પણ થયું નથી છતાં પણ માર્ગની વચ્ચે પડેલા ટેન્કરને હટાવવામાં જલદ એસિડને કારણે જોખમ રહેલું હોય ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે. હાલમાં પોલીસ અને ફાયરની ટિમ દ્વારા ઘટના સ્થળે પહોંચી ટેન્કર ને રોડ પર થી હટાવાની કામગીરી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. જયારે અત્રે ઉલ્લેખનીય છે કે આ જગ્યા પર ગઈ કાલે બે ટ્રક પલ્ટી મારી ગયા હતા. નવલખી ફાટક પાસેના ડિવાઈડર અંધારામાં દેખતા ન હોવાથી અહીં વારંવાર અકસ્માત સર્જાઈ છે.

- text