મોરબીમાંથી બાઈક ચોરી કરનાર ઝડપાયો : ચોર રીઢો ગુનેગાર નીકળ્યો

- text


આરોપી મોરબીની પુજારા ટેલિકોમમાંથી મોબાઇલની તેમજ ભચાઉ અને ગાંધીધામમાંથી બાઇકની ચોરી કરવાના ગુનામાં સંડોવાયેલ હોવાની કબૂલાત

મોરબી : મોરબીનજ વિશ્વકર્મા સોસાયટીમાંથી બાઇકની ચોરી કરનાર શખ્સ સામખિયાળી નજીકથી ઝડપાયો છે. આ આરોપીની પૂછપરછ કરતા અગાઉ ઘણી ચોરીઓમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ સામખિયાળી પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી. ત્યારે બાઈક પર નીકળેલા મહેશ રામુભાઈ વાઘેલા ઉ.વ. ૨૨ રહે. કાનમેર તા. રાપર વાળા પાસેથી બાઇકના જરૂરી કાગળો માંગતા તેની પાસેથી મળી આવ્યા ન હતા. જેથી સામખિયાળી પોલીસે તેની અટકાયત કરી હતી.

- text

બાદમાં આ શખ્સની પૂછપરછ કરતા આ બાઈક તેને મોરબીની વિશ્વકર્મા સોસાયટીમાંથી ચોરી કર્યું હોવાનું સામે આવ્યું હતું. બાદમાં આરોપીને અહીં એ ડિવિઝન પોલીસ મથકે લાવીને પૂછપરછ કરતા અગાઉ મોરબીની પુજારા મોબાઈલ શોપના તાળા તોડી મોબાઇલની ચોરી કરી હોવાનું ખુલ્યું હતું. જેમાં તે પકડાય પણ ગયો હતો. ઉપરાંત ભચાઉ તેમજ ગાંધીધામમાંથી બાઇકની ચોરી કરી હતી. જેમાં પણ તે પકડાય ગયો હતો.

- text