મોરબી જિલ્લાના ૧.૩૫ લાખ બાળકોને અપાઈ ઓરી-રૂબેલા રસી

- text


આડઅસરની ગેરમાન્યતામાં ન ભરમાઈને બાકી રહી ગયેલા બાળકોને રસી અપાવવા અનુરોધ

મોરબી : મોરબી જિલ્લામાં ઓરી રૂબેલા રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ૧.૩૫ લાખ બાળકોને ઓરી અને રૂબેલાની રસી આપી સુરક્ષિત કરવામાં આવ્યા છે. હજુ પણ જો કોઈ બાળક બાકી રહી ગયું હોય તો તેને આ રસી લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

રાજ્યભરમાં ઓરી અને રુબેલા જેવા ગંભીર રોગોથી બાળકોને સુરક્ષીત કરવા માટે ખાસ અભિયાન છેડવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લાના ૯ માસથી ૧૫ વર્ષ સુધીના તમામ બાળકોને ઓરી રુબેલા રસી આપવામાં આવી રહી છે. આ કામગીરીમાં અત્યાર સુધીમાં મોરબી જિલ્લાના ૧.૩૫ લાખ બાળકોને રસી આપીને ઓરી અને રુબેલા રોગ સામે સુરક્ષિત કરવામાં આવ્યા છે.

- text

હાલ ઓરી અને રુબેલા અંગેની ખોટી માન્યતાઓ પ્રવર્તી રહી છે. અત્યાર સુધીમાં રાજ્યના ૧ કરોડથી પણ વધુ બાળકોને ઓરી અને રુબેલાની રસી સફળતા પૂર્વક આપવામાં આવી છે. ત્યારે વાલીઓએ આડઅસર થતી હોવાની ખોટી માન્યતાઓમાં ન ભરમાઈને બાળકને રસી અપાવવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ અનુરોધ કર્યો છે.

જે કોઈ બાળકો રસી લેવામાં બાકી રહી ગયા હોય તેના વાલીઓને નજીકના આશાબહેન, આંગણવાડી વર્કર, હેલ્પર બહેન, આરોગ્ય કાર્યકર અથવા સરકારી દવાખાનાનો સંપર્ક કરવા જણાવાયું છે.

- text