મોરબી : વિધિના નામે પૈસા પડવાનાર વાદી ગેંગના ૪ સભ્યો બે દિવસની રિમાન્ડ પર

- text


બે દિવસની રિમાન્ડ દરમિયાન ચારેય આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરાશે

મોરબી : મોરબીના વેપારીને ડર બતાવીને વિધિના બહાને પૈસા પડાવનાર વાદી ગેંગના ચાર સભ્યોના કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કરી આપ્યા છે. રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા ઊંડાણભરી તપાસ કરવામાં આવશે.

મોરબીના એક વેપારીને ડર બતાવી વિધિના બહાને વાદી ગેંગના જવેરનાથ રાજુનાથ પઢીયાર, દિલીપનાથ કેશનાથ બામણિયા, વિરમભાઇ કાળા ભાઈ બગડા અને પ્રકાશનાથ જવેરનાથ પઢીયારે રૂ. ૧૦.૫૦ લાખ તેમજ સોના ચાંદીના ઘરેણાં પડાવ્યા હતા. ઉપરાંત વધુ પૈસાની માંગણી કરતા હોય વેપારીએ એલસીબીને આ અંગે જાણ કરતા એલસીબીએ છટકું ગોઠવીને તમામ આરોપીઓને પકડી પાડ્યા હતા.

- text

વાદી ગેંગ ગુનાહિત ઇતિહાસ ધરાવતી હોય જેથી પોલીસે આ ગેંગની પાંચ દિવસની રિમાન્ડની માંગ સાથે તેઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટ દ્વારા ચારેય આરોપીઓની બે દિવસની રિમાન્ડ મંજુર કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ બે દિવસ દરમિયાન આરોપીઓની ઊંડાણભરી તપાસ કરવામાં આવશે.

આ ગુનામાં અન્ય કોઈ સંડોવાયેલા છે કે નહીં, વેપારી પાસેથી પડાવેલા પૈસા ક્યાં સંગ્રહ કર્યા છે અથવા ક્યાં વાપરી નાખ્યા, અગાઉના ગુનાઓ સહિતની આરોપીઓ સાથે પૂછપરછ કરવામાં આવશે તેમ તપાસનીશ અધિકારી પીએસઆઇ રાણાએ જણાવ્યું હતું.

- text